અર્ણબ ચીટ મામલો : શંકરસિંહ બાપુ પણ બોલ્યા, મોદીએ જ કરાવ્યો હુમલો

શિવસેના બાદ હવે ગુજરાતના પૂર્વ મખ્યમંત્રીએ કર્યો આક્ષેપ

“સૈન્ય કાર્યવાહીની ગુપ્ત જાણકારી ગોદી મીડિયાને પોતાની માર્કેટિંગ માટે આપનારા પ્રધાનમંત્રી પર ઓફિશિયલ સિક્રેટ એકટ અને રાષ્ટ્રદ્રોહ હેઠળ કાર્યવાહી થવી જોઈએ” : શંકરસિંહ વાઘેલા

“પ્રધાનમંત્રીમાં જરા પણ શરમ બચી હોઈ તો 26 જાન્યુઆરી એ દેશની જનતાની માફી માંગી પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ” : શંકરસિંહ વાઘેલા

*”મહારાષ્ટ્ર સરકારે અર્ણબ અને પાર્થો દાસગુપ્તા નો નાર્કો ટેસ્ટ કરીને કેન્દ્ર સરકાર અને ગોદી મીડિયા ની સચ્ચાઈ દેશ ને દેખાડવી જોઈએ” : શંકરસિંહ વાઘેલા *

“જેટલી જી મરણ પથારી એ હતા ત્યારે અર્ણબ એમના સ્વાસ્થ્ય પર અશોભનીય ટિપ્પણી કરી રહ્યો હતો. કેમ ભાજપ એમના જ નેતાના અપમાન પર ચૂપ છે?” : શંકરસિંહ વાઘેલા

“અર્ણબના મેસેજ એ જેટલી જી નાં મૃત્યુ પર મોટો સવાલ ઉભો કર્યો છે કે શું વાજપેયી જી ની જેમ મૃત્યુ છૂપાવવામાં આવી હતી એમ જ જેટલી જી ની મૃત્યુ પણ છૂપાવવામાં આવી હતી?” : શંકરસિંહ વાઘેલા

આજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ કેબિનેટ મંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ એ અર્ણબ ગોસ્વામીનાં લીક થયેલા WhatsApp મેસેજ પર પ્રેસ વાર્તા યોજી પ્રતિક્રિયા આપી હતી. જેમાં એમણે અર્ણબના મેસેજને આધારે પ્રધાનમંત્રી પર ઘણા ગંભીર સવાલો કર્યા હતા.

પુલવામા હુમલા પર અર્ણબ જે રીતે ખુશી મનાવતા TRP ની જીત બતાવે છે તેના પર શંકરસિંહ વાઘેલા એ સખ્ત શબ્દોમાં આલોચના કરતા એને સૈનિકોનું અપમાન ગણાવ્યું છે. પુલવામા અને બાલાકોટ મામલે જેમ અર્ણબ પ્રધાનમંત્રી મોદીના પ્રચારના આદેશનું પાલન કરે છે અને આ ચૂંટણી સ્ટંટ છે એવી વાતો થાય છે તે સાબિત કરે છે કે ભાજપે ષડયંત્ર કરીને આપણા 40 સૈનિકો ને 300 કિલો RDX થી શહીદ કરી નાખ્યા. બાલાકોટ મામલે પણ એર સ્ટ્રાઇકનાં થોડા દિવસ પહેલા જ સૈન્ય કાર્યવાહીની ગુપ્ત જાણકારી આપી દેવામાં આવે છે તેના પર શંકરસિંહ બાપુ એ ચિંતા વ્યક્ત કરતા આ મામલે પ્રધાનમંત્રી અને અર્ણબ પર ઑફિશિયલ સિક્રેટ એકટ અને દેશદ્રોહ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે અને પ્રધાનમંત્રી ને કહ્યું છે કે જો તેમનામાં જરા પણ શરમ બચી હોઈ તો 26 જાન્યુઆરી એ દેશની જનતાની માફી માંગી પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

ભાજપની આતંકી હુમલાઓ વાળી રાજનીતિ શંકરસિંહ બાપુ એ હંમેશા સૌથી પહેલા ખુલ્લી પાડી છે. તે પછી ગોધરા હોઈ, અક્ષરધામ હોઈ, પુલવામા હોઈ કે બાલાકોટ શંકરસિંહ બાપુ જાણે છે ભાજપ સત્તા માટે કેવા કેવા કાંડ કરે છે. આજે દેશ પણ ધીરે ધીરે ભાજપની આ હલકી રાજનીતિ ઓળખવા લાગી છે.

શંકરસિંહ બાપુ એ મહારાષ્ટ્ર સરકારને પણ અપીલ કરી છે કે તેઓ અર્ણબ અને પાર્થો દાસગુપ્તા નો નાર્કો ટેસ્ટ કરીને કેન્દ્ર સરકાર અને ગોદી મીડિયા ની સચ્ચાઈ દેશ ને દેખાડવી જોઈએ. આશંકરસિંહ બાપુ એ મીડિયા નો અમુક હિસ્સો જે ગોદી મીડિયા બનીને બેઠો છે તેમની મજબૂરી ગણાવતા કહ્યું હતું કે તેઓ કોમર્શિયલી વિચારવા વાળા લોકો છે માટે ખુદને વેચી દીધા છે. અદાણી કે અંબાણી જેવા ઉધોગપતિઓ પણ પોતાના લાભ માટે સરકારને મદદ કરે છે. ખરેખર આમાં વેચાવા વાળા કરતા વેચવા વાળા વધુ જિમ્મેદાર છે. ભાજપ અને સરકારને એક જ વ્યક્તિ ચલાવે છે એટલે જિમ્મેદાર પણ એ વ્યક્તિ જ છે.

સ્વ. અરુણ જેટલી વિશે અર્ણબ એ એના મેસેજમાં ઘણા ખુલાસા કર્યા છે જેમાં અર્ણબ 19 ઓગસ્ટ એ જેટલી જી નાં સ્વાસ્થ્ય વિશે અશોભનીય ટિપ્પણી કરે છે જેના વિરોધમાં ભાજપ કે સંઘના લોકો હજુસુધીમાં એક શબ્દ પણ બોલ્યા નથી. આ મુદ્દે શંકરસિંહ બાપુ એ ભાજપને સવાલ કર્યો છે કે કેમ ભાજપ તેમના જ નેતાના અપમાન પર ચૂપ છે? વધુ એક મોટો ખુલાસો એ પણ છે કે આ મેસેજમાં જ્યારે પાર્થો અર્ણબ ને પૂછે છે કે “શું જેટલી મરી ગયા?” ત્યારે અર્ણબ કહે છે “સાંજ સુધીમાં જાહેર કરી શકે છે?” પરંતુ જેટલી જી નું નિધન 24 ઓગસ્ટ એ સરકારે જાહેર કર્યું. જેટલી જી નાં મૃત્યુ પર અર્ણબ એમ પણ કહે છે કે “PMO ને ખબર નથી શું કરવું અને પ્રધાનમંત્રી બુધવારે ફ્રાંસ જઈ રહ્યા છે. મારી પણ મીટીંગો કેન્સલ થઈ ગઈ છે” આ બધી વાતો સવાલ ઊભા કરે છે કે શું જેટલી જી ની મૃત્યુ 24 ઓગસ્ટ પહેલા જ થઈ ગયું હતું? જેમ વાજપેયીના નિધનના સમાચારો 14 ઓગસ્ટ એ વહેતા થયા હતા પરંતુ સરકારે જાહેર કર્યું 16 ઓગસ્ટ એ.

શંકરસિંહ વાઘેલા એ અર્ણબ નાં ઘણા મેસેજો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે બધા મંત્રીઓ એની સાથે છે, પાર્થો દાસગુપ્તા કહે છે જજ ખરીદી લો, અર્ણબ પાર્થો માટે PMO માં મીડિયા સલાહકારના પદ માટે લોબિંગ કરે છે, પાર્થોનાં વ્યવસાયિક કામ માટે અર્ણબ પ્રધાનમંત્રી ને મળે છે, મંત્રીઓ માટે લોબિંગ થાય છે, અર્ણબની કંપની વિરુદ્ધના ભ્રષ્ટાચારના કેસ મંત્રી સાઈડમાં કરી દે છે. આ બધું બતાવે છે કે ભાજપે સરકારી અને ન્યાય વ્યવસ્થા ને ઉપરથી લઈને નીચે સુધી સડો પેદા કર્યો છે.

 89 ,  1