September 18, 2021
September 18, 2021

રાજકોટ: સેવાના સ્વપ્ન સેવતો પુત્ર અંગદાન કરીને 8 વ્યક્તિઓને આપશે નવજીવન

રાજકોટના બી.ટી. સવાણી હોસ્પિટલથી એક યુવકના હૃદયને વહેલી સવારે રાજકોટથી હવાઈ માર્ગે અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે લઇ જવાયું હતું. આ માટે હોસ્પિટલના સર્જન, ડૉક્ટર્સ, હોસ્પિટાલિટી અને મેડિકલ વાન દ્વારા બી.ટી. સવાણી હોસ્પિટલથી રાજકોટ એરપોર્ટ સુધી લઈ જવા માટે ખાસ ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી. હૃદય, બે કિડની, લિવર, સ્વાદુપિંડ અને બે આંખને ટ્રાન્સપ્લાન્ટ કરી યુવક 8 વ્યક્તિઓમાં જીવશે.

યુવકનાં આઠ અંગ- હૃદય, બે કિડની, લિવર, સ્વાદુપિંડ અને બે આંખને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. પોરબંદરના નિવૃત્ત સૈન્ય જવાન સાજણ મોઢવાડિયાના પુત્ર જયનો અકસ્માત થતા કોમામાં જતો રહ્યો હતો. જેને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. 17મી જુનનાં રોજ સાંજે જય ટ્યુશન ક્લાસમાંથી ચાલીને પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો. ઘર પાસે જ પાછળથી ધસી આવેલા બાઇકે તેને અડફેટે લીધો હતો.

જયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના તમામ પ્રયાસો છતાં જયની તબીયતમાં સુધારો થતો નહોતો અને તા.19ના બપોરે તબીબોએ જયને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. બ્રેઇનડેડ જાહેર થતાં જ પિતા સાજણભાઇના વિચાર આવ્યો કે દેશ સેવાના સ્વપ્ન સેવતો પુત્ર જય તે જીવશે અન્ય વ્યક્તિને જીવાડશે. સાજણભાઇએ જયના ઓર્ગન ડોનેશનની ઇચ્છા વ્યક્ત કરી હતી.

અમદાવાદની સીમ્સ હોસ્પિટલથી ડો.વિરેન શાહ સહિતની ટીમ એર એમ્બ્યુલન્સ સાથે રાજકોટ આવી પહોંચી હતી. કીડની માટે અમદાવાદના ડો. પ્રાંજલ મોદીની ટીમ પણ આવી હતી અને રાત્રે 2 વાગ્યે જયના ઓર્ગન કાઢવાની શસ્ત્રક્રિયા શરૂ થઇ. ઓર્ગન કાઢ્યા બાદ સવારે પાંચ વાગ્યે હ્રદય સહિતના ઓર્ગન લઇને નીકળનારી એમ્બ્યુલન્સ માટે સવાણી હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોરની વ્યવસ્થા સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

 18 ,  1