September 24, 2020
September 24, 2020

સુરતમાં BOBના 5 અધિકારીઓની ધરપકડ, ધિરાણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ

બેંકના અધિકારીઓ, એજન્ટો, ધિરાણ લેનાર સહિત 27 સામે CID ક્રાઇમ ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરત શહેરમાં બેંક લોન કૌભાંડ સામે આવ્યું છે. ધિરાણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવતા CID ક્રાઇમે બેંકના અધિકારીઓ, એજન્ટો, ધિરાણ લેનાર સહિત 27 સામે ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર મામલે હાલ CIDએ પાંચ લોકોની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

2.27 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું CID તપાસમાં સામે આવ્યું છે. બેંકના જયપુર મેનેજર અને અન્ય લોકો મળી આખું કૌભાંડ આચર્યું હતું. જ્યારે આ સમગ્ર ઘટના અંગે બેંકને જાણકારી મળી હતી. ત્યારે નવયુગ કોલેજ શાખાના મેનેજર સંજીવ કુમાર પ્રકાશ દ્વારા પોતાના જ બેન્કના ત્રણ તત્કાલિન મેનેજર સહિત અન્ય કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. CID ક્રાઇમે નિલેશ છગન વાઘેલા, વિજય હરજી મકવાણ, હર્ષદ નાર વસતરપરા, મયુર નારણભાઈ વસતરપરા, સંજયભાઈ અમરિસિંહભાઇ ખોખરીયાની ધરપકડ પણ કરી છે.

મળતી વિગત મુજબ, 2016થી લઇ 2018ના સમયગાળામાં આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે છેતરપિંડી, વિશ્વાઘાત અને કાવતરાની કલમ તેમજ બોગસ ડોક્યુમેન્ટ બનાવી રજૂ કરવાની ફરિયાદ નોંધવી છે. જેમાં પ્રમોદ કુમાર, સંજીવ કુમાર, શૈલેન્દ્ર કુમાર આ ત્રણેય બેંકના તત્કાલિન સિનિયર મેનેજરમાં સામેલ હતા. સાથે નિલેશ નામનો આરોપી કન્સલ્ટિંગ એજન્ટ છે. જ્યારે આરોપી ભરત એકબરી ઝીરો મેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને વીએમ એન્ટરપ્રાઇઝનો પ્રોપ્રાઈટર છે.

આરોપીઓએ ભેગા મળીને ટીએફઓ મશીન, લુમ્સ મશીન વાઈંડિંગ મશિનરી વોરપિંગ મશીનરીના નામે લોન લઈને તેમાં બોગસ ક્વોટેશન લેટર મૂકીને કુલ 2.27 કરોડ રૂપિયાની ધિરાણ વર્ષ 2016 થી 2018 દરમિયાન મેળવીને ભરપાઈ ન કરીને છેતરપિંડી કરી. આરોપીઓએ પીએમજીપી અને એસએમઇ યોજના હેઠળ ધિરાણ મેળવી હતી.

 BOBના ઉચ્ચ અધિકારીઓની તપાસમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. હાલ આ મામલે 5 લોકોની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ સમગ્ર મામલે આગામી સમયમાં કડક કાર્યવાહી કરાશે અને હજુ વધુ નામ બહાર આવે તેવી શક્યતાઓ છે.

 111 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર