જામનગર : મુંબઇના મેયરને મારી નાખવાની ધમકી આપનાર યુવકની ધરપકડ

મુંબઈના મેયર કિશોરી પેડણેકરને ધમકી આપનાર જામનગરમાંથી ઝડપાયો

જામનગર જિલ્લાના યુવક દ્વારા મુંબઇ મેયરને ફોન પર મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લાના સેતાલુસનાના યુવાને ધમકી આપી હતી. મુંબઈના મેયર કિશોરી પેડણેકરને ધમકી આપતા સનસનાટી ફેલાઈ ગઇ હતી. 21 ડિસેમ્બરના રોજ મેયરને ફોન પર ધમકી આપી હતી. આરોપીની ઓળખ મનોજ ડોડીયા તરીકે થઈ છે. ટૂંક સમયમાં મુંબઇ પોલીસ ગુજરાત પહોંચશે અને મનોજને કોર્ટમાં રજૂ કરવા કસ્ટડીની માંગ કરશે.

ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી અગાઉ જુદી જુદી પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ કરતી જોવા મળી રહી છે. આ મામલે આઝાદ મેદાન પોલીસ સ્ટેશન ખાતે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આરોપીઓએ મેયર કિશોરી પેડનેકરના મોબાઇલ પર ફોન કર્યો હતો. આરોપી હિન્દીમાં બોલતો હતો અને મેયર સાથે દુર્વ્યવહાર કરતો હતો. આરોપીએ ગાળો અને મારી નાખવાની ધમકી આપતા આઝાદ મેદાન પોલીસ  સ્ટેશનમાં કેસ દાખલ કરાયો હતો.

પોલીસ પાસે ફક્ત મોબાઈલ નંબર હતો અને ટેકનોલોજી દ્વારા પોલીસ મનોજ સુધી પહોંચવામાં સફળ રહી હતી. મનોજને બુધવારે સાંજે પોલીસ અધિકારીઓએ પકડ્યો હતો. હાલ આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

 20 ,  1