નકલી પાસપોર્ટ, વીઝા બનાવનાર આરોપીની ધરપકડ

ગુજરાત ATSએ બાતમી બાદ આરોપીને સુરતમાંથી દબોચી લીધો

નકલી પાસપોર્ટ અને વીઝા બનાવી વિદેશમાં મોકલનાર એક શખ્સની ગુજરાત ATSએ સુરતમાંથી ધરપકડ કરી છે. એરપોર્ટમાં સેટિંગ હોવાનું કહી આરોપી નકલી અને બોગસ, પાસપોર્ટ તથા વીઝા બનાવતો હતો. તપાસ દરમ્યાન આરોપી પાસેથી વિવિધ દેશના વિઝા લાગેલા મોટા પ્રમાણમાં પાસપોર્ટની કોપીઓ મળી આવી છે.

સુરતના વરાછા વિસ્તારમાં આદમ મોહમ્મદ ઇરાફાન વિવિધ દેશોના નકલી, બોગસ પાસપોર્ટ તથા વીઝા બનાવી ગેરકાયદેસર લોકોને વિદેશ મોકતો હોવાની ગુજરાત ATSને બાતમી મળી હતી. બાતમી બાદ સઘન જગ્યાએ તપાસ કરતા ATSએ આદમ મોહમ્મદ ઇરાફાનને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી નેપાળ, આર્મેનીયા, તુર્કી, મલેશીયા, દક્ષિણ આફ્રીતા, કેનેડા, અમેરિકા, પેરૃ તથા નાઇજીરીયાના વીઝા લાગેલા મોટા પ્રમાણમાં પાસપોર્ટની કોપીઓ મળી આવી હતી.

ATS દ્રારા વધુ પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે, મહારાષ્ટ્ર, ઠાણે થતા દિલ્હી સહિત દેશની અલગ અલગ પાસપોર્ટ ઓફીસ ખાતેથી ખોટા નામે બોગસ પાસપોર્ટ મેળવી આપવામાં મદદ કરી છે.

ધરપકડ કરાયેલ આરોપી અગાઉ અનેક ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. આદમ મોહમ્મદ ઇરફાન વિરૂદ્ધ સુરત, ભરૂચ, બરોડા, મુંબઇ, કોલકાતામાં સાત જેટલા ચીટીંગના ગુનાઓ નોંધાયેલા છે. જેમાં પૈસા પડાવી બોગસ વીઝા આપી છેતરપીંડિ કરતો હતો. હાલ ATSએ આરોપી સામે વિવિધ કલમો લગાવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 82 ,  1