અમદાવાદ : પોલીસના સ્વાંગમાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ

યુપીથી ભાગીને અમદાવાદ આવેલી સગીરા દુષ્કર્મનો ભોગ બનતા રહી ગઇ

ઉત્તર પ્રદેશથી ભાગી અમદાવાદ આવેલી સગીરા પર પોલીસનો સ્વાંગ રચી દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર 26મી જાન્યુઆરીએ યુપીથી ભાગીને આવેલા સગીર અને સગીરાને માસ્કનાં નામે અટકાવી 500 રૂપિયા દંડ ભરવો પડશે. તેમ કહીને બન્નેનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ફેરવ્યા હતા. બાદમાં સગીર યુવકને ધમકાવી ભગાડી મૂક્યો હતો. જ્યારે સગીરાને અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ સગીરને ભગાડી સગીરા સાથે દુષ્કર્મની કોશિશ કરેલ પરંતુ સગીરાની ચાલાકીથી તે બચીને ભાગી ગઇ હતી. આ મામલે રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

યુપીનાં ફિરોઝાબાદથી ભાગીને અમદાવાદનાં સારંગપુર આવેલા સગીર યુવક યુવતીને SRP નાં યુનિફોર્મમાં રહેલા શખ્સે માસ્કના નામે અટકાવ્યા હતા. બન્ને સગીરોને પોલીસમાં સોંપી દેવાનુ કહીને ગેરકાયદેસર અટકાયત કરીને, સગીર યુવકને ડરાવી મારમારી તેની પાસેથી 500 રુપિયા કાઢી લઈ તેને ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી રેલવે સ્ટેશન પરથી ભગાડી યુવક યુવતીને કલોલ લઈ ગયો હતો. જ્યાં રેલવે પોલીસ હોવાનો ભય લાગતા આ શખ્સે સગીરાને રિક્ષામાં બેસાડી અમદાવાદ લાવ્યો હતો. અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી સગીર યુવકને માર મારીને તેને ત્યાંથી ભગાડી દિધો હતો.

સગીર યુવતીને આ નકલી પોલીસે સગીરાનો પ્રેમી પોલીસ પકડી ગઈ છે તેને છોડાવવા સાબરમતી જવુ પડશે તેમ કહીને સાબરમતી રેલવે સ્ટેશને રિક્ષામાં બેસાડી લઈ ગયો હતો. રાતનાં સમયે અંધારાનો લાભ લઈ રેલ્વે યાર્ડ પાસે લઈ જતો હતો.તે સમયે સગીરાને આ શખ્સ પોતાની સાથે કઈંક ખોટુ કરશે તેવો અંદાજ આવી જતા તે ત્યાંથી ભાગી હતી. એક કિલોમીટર જેવુ ભાગીને બેભાન થઈ ગઈ હતી. રેલવે પોલીસને આ સગીર યુવતી અંગે જાણ થતા તેની પુછપરછ કરી હતી અને બાદમા આ પોલીસની વર્ધીમાં રહેલા શખ્સની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસે સીસીટીવી ફુટેજ અને ટેક્નીકલ એનાલીસીસના આધારે મહેસાણાનાં રાધનપુર ચોકડી પાસેથી બનાસકાંઠાનાં અશોક ચૌધરી નામના શખ્સને પકડી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસની તપાસમાં સામે આવ્યુ કે આરોપી અશોક ચોધરીનો પિતરાઈ ભાઈ SRP જવાન છે. જેથી આરોપી પોલીસની કામગીરીથી જાણકાર હતો. હાલ તો પોલીસે આ શખ્સ પોલીસની વર્દી ક્યાથી લાવ્યો અને કેટલા લોકો પાસેથી માસ્કના નામે પૈસાનો તોડ કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 60 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર