September 20, 2021
September 20, 2021

અમદાવાદ : વિદેશી દારૂની બોટલો સાથે બુટલેગરની ધરપકડ

અસલાલી પોલીસે ત્રણ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂન હેરાફેરીનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ અસલાલી વિદેશી દારૂના જથ્થા સાથે બૂટલેગરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂ સહિત 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધી પૂછપરછ હાથ ધરી છે.

વિગત મુજબ, અસલાલી નજીક એક છોટા હાથી વાહનમાં દારૂનો જથ્થો પસાર થવાનો હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળુ વાહન પસાર થતાં પોલીસે અટકાવી તપાસ હાથ ધરી હતી. જો કે તપસા દરમિયાન અલગ અલગ બ્રાંડની ઇગ્લિંસ દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસને 120 જેટલી દારૂની બોટલો સાથે રઘુ ભરવાડ નામના બુટલેગરની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે દારૂના જથ્થા સહિત ત્રણ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 46 ,  1