પૂર્વ પોલીસ કમિશનર પરમબિર સિંહની ધરપકડ પર રોક

સુપ્રીમ કોર્ટનો આદેશ, મહારાષ્ટ્ર સરકાર અને CBIને પાઠવી નોટિસ

100 કરોડ રૂપિયાના વસૂલીના કેસમાં આરોપી મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે પરમબી સિંહની ધરપકડ પર રોક લગાવી છે. પરમબીર સિંહના વકીલે કહ્યું કે જો કોર્ટ કહે તો પરમબીર સિંહ 48 કલાકમાં સીબીઆઈ (CBI) સામે હાજર થઈ શકે છે. 

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના વકીલ પુનીત બાલીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે પરમબીર સિંહ ભારતમાં જ છે. તેઓ વિદેશ ગયા નથી. તેમને પોલીસથી જીવનું જોખમ છે. આથી તેઓ છૂપાઈ રહ્યા છે. તેઓ ફરાર થવા માંગતા નથી. આ મામલો સીબીઆઈને સોંપવામાં આવે તો પરમબીર સિંહ તરત હાજર થઈ જશે. 

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે પૂછ્યું કે ફોન પર જે વાતચીતથઈ તેની ટ્રાન્સક્રિપ્ટ ક્યાં છે? ત્યારે વકીલ પુનીત બાલીએ ટ્રાન્સક્રિપ્ટ રજુ કરી. પુનીત બાલીએ કહ્યું કે મારા અસીલને કયા પ્રકારે ધમકીઓ અપાઈ છે તે હું સ્પષ્ટ કરું છું. એક પછી એક તેમના વિરુદ્ધ 6 એફઆઈઆર દાખલ કરાઈ. પોતાના કાર્યકાળ દરમિયાન જે લોકો વિરુદ્ધ તેમણે કાર્યવાહી કરી હતી તેમણે જ એફઆઈઆર દાખલ કરાવી છે. 

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી