વ્યારામાં આતશબાજી કરનાર કુખ્યાત બુટલેગરની ધરપકડ

જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી નિયમોના ધજાગરા ઉડાવ્યા..

વ્યારામાં નામચીન બુટલેગરે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી કોવિડ ગાઈડ લાઇનના ધજાગરા ઉડાવ્યા હતા. મહેફિલમાં આશરે 80 થી 90 લોકો કર્યા ભેગા કર્યા હતા. પોતાના વિસ્તાર વૃંદાવનવાડી ખાતે આતીશબાજી અને ફટાકડા ફોડી બુટલેગર રાકેશ અમરસિંહ ચૌધરીનો સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ છે. ત્યારે આ મામલે પોલીસ હરકતમાં આવી કાર્યવાહી કરી છે. વીડિયો વાયરલ થયાની ગણતરીના કલાકોમાં રાકેશ ચૌધરીની ધરપકડ કરી છે.

તાપીના વ્યારામાં બુટલેગર રાકેશ ચૌધરી નામના શખ્સે જાહેરમાં જન્મ દિવસ ઉજવીને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. માસ્ક ન પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીને નિયમો તોડ્યા હતા. જે બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

હાલ આ મામલે પોલીસે રાકેશ ચૌધરીની ધરપકડ કરી અન્ય લોકોની અટકાયત કરવા વધુ તજવીજ હાથ ધરી છે.

 15 ,  1