પેપરલીક કાંડ : આખરે ફરાર મુખ્ય આરોપી જયેશ પટેલ ઝડપાયો..!

પેપર ફોડનાર જયેશ પટેલની ધરપકડ, થોડીવારમાં પોલીસ કરશે પત્રકાર પરિષદ

ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક

પેપરલીક કાંડમાં પોલીસને મળી મોટી સફળતા મળી છે. ફરાર મુખ્ય આરોપી જયેશ પટેલની આખરે ધરપકડ કરવામાં આવી છે.

હેડક્લાર્ક પેપરલીક કાંડ મામલે દરોજ એક પછી એક નવા નવા ખુલાસો થઇ રહ્યા છે. પેપર સાણંદની એક પ્રિટિંગ પ્રેસમાંથી ફુટ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 12 લોકોની ધરકડ કરી છે. જ્યારે હજુ બે આરોપીઓ ફરાર છે. તો બીજી તરફ લીક થયેલું પેપર કેટલા લોકો સુધી પહોંચ્યું છે તેને લઇ એક સવાલ છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12મી ડિસેમ્બરે લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે પોલીસે વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, સાબરકાંઠા પોલીસે આરોપી જયેશ પટેલની ધરકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાણંદ ખાતે આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં પરીક્ષાનું પેપર છપાવા ગયું હતું. ત્યાંથી આ પેપર લીક કરીને લાખો રૂપિયામાં વેચવાના કૌભાંડમાં પોલીસે અત્યાર સુધી 12 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પૂછપરછ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ઉમેદવારોની વિગતો પણ મેળવી હોવાનું સૂત્રો મુજબ જાણવા મળ્યું છે. પોલીસે અત્યાર સુધી 70થી વધુ ઉમેદવારોના નામ અને સરનામા મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બીજી બાજુ સરકારની મહત્વની બેઠક

આ બાજુ ગાંધીનગરમાં પણ રાજ્ય સરકારની મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવી કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠક બાદ ગૃહરાજ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલ ચર્ચા કરશે. ઉપરાંત પેપર લીક કેસમાં તપાસની રૂપરેખા અંગે પણ ચર્ચા કરાશે તેમજ ગઈ કાલે આપ પાર્ટી દ્વારા કમલમ્ ખાતે કરાયેલા વિરોધ પ્રદર્શનના કેસની પણ સમીક્ષા આ મીટિંગમાં થશે.

 11 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી