September 24, 2020
September 24, 2020

સુરત : જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનાર એક યુવતી સહિત સાત લોકોની ધરપકડ

 જાહેરનામા ભંગ બદલ પોલીસે યુવતી સહિત સાત લોકો સામે કરી કાર્યવાહી

સુરત શહેરના વેસુ વિસ્તારમાં કોરોના મહામારી વચ્ચે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા લોકો સામે કાર્યવાહી કરી છે. આ મામલે પોલીસે એક યુવતી સહિત સાત લોકોની ધરપકડ કરી છે. કોરોના માહમારીને લઇ જાહેર કરેલા સરકારના ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો. જેને લઇ પોલીસ એક્શનમાં આવી સાતા લોકોની અટકાયત કરી છે.

વેસુ સુડા આવાસમાં રહેતા નિકુંજ મોદીની 14મી તારીખે બર્થડે હતી. જેથી તેના મિત્રો સુડા આવાસના ગેટની સામે 14મી તારીખે સાંજે કેક કાપીને ઉજવણી કરતા હતા. હાલ જાહેરમાં ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. આથી જાહેરમાં થયેલી ઉજવણીને લઇને ઉમરા પોલીસે જાહેરનામા ભંગની કલમ 188 અંતર્ગત ગુનો નોંધીની નિકુંજ મોદી, ભાવિન શરદ પવાર, પરિમલ ગિરીશ શાહ, અલથાણ પુરુષોત્તમનગરના કિશન યોગેન્દ્ર રાજપૂત, પાર્લે પોઇન્ટ અશ્વદીપ સોસાયટીનાં વિશાલ બહાદુર સોની, વેસુ સુમન સાગર આવાસના સૂરજ રાજુ મેઘા, પાલનપુર જકાતનાકા સિલ્વર પાર્ક સોસાયટીના ધવલ વામન કદમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર