અમદાવાદ : દારૂની મહેફિલ માણતા કુખ્યાત નિરવની ધરપકડ, તપાસમાં ફોનમાંથી ક્રિપ્ટો કરન્સીના ડેટા મળ્યા

ચપ્પુ, છરો તેમજ દારૂની ખાલી 11 બોટલો મળી આવી, ક્રિપ્ટો કરન્સીના પણ ડેટા મળ્યા

અમદવાદ શહેરમાં બોગસ કોલ સેન્ટરો ચલાવતાં કુખ્યાત નિરવ રાયચુરા (ઠક્કર) સહિત ત્રણ લોકોને આનંદનગર પોલીસે ઝડપી પાડ્યા છે. શહેરની આનંદ નગર પોલીસને બાતમી મળી હતી કે રમાડા હોટેલ પાસે આવેલા એક બિલ્ડિંગમાં એક ઓફિસમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી આ બાતમીના આધારે પોલીસની ટીમ જે તે જગ્યાએ રેડ કરવા પહોંચી હતી. ત્યારે આ ઓફિસમાં ખુરશીઓ ગોઠવીને કેટલાક લોકો મોંઘીદાટ દારૂની બોટલ લઈને મહેફિલ માણી રહ્યા હતા. જે આધારે પોલીસે નીરવ હર્ષદભાઈ રાયચુરા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી તેનો મોબાઇલ ફોન તથા દારૂના ખરીદ વેચાણ તથા હેરાફેરીના શંકાસ્પદ મેસેજ મોબાઈલ ફોનમાંથી મળી આવ્યા હતા.આરોપી નીરવના મોબાઈલ ફોન તપાસતા તેમાંથી ક્રીપ્ટો કરન્સીના કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ મળ્યા હતા.

DCP ઝોન 7 પ્રેમસુખ ડેલુને બાતમી મળી હતી કે નિરવ રાયચુરા તેની ઓફિસમાં છે તેના આધારે આનંદનગર પોલીસ સ્ટેશનના PSI વી.આર.ચૌહાણે પ્રહલાદનગર કોર્પોરેટ રોડ પર સફલ પ્રોફીટેરમાં આવેલી ઓફિસમાં સોમવારે મોડી રાતે દરોડો પાડ્યો હતો. જે સમયે દારૂની મહેફીલ માણતા નિરવ રાયચુરા, સંતોષ સોંડા (ભરવાડ) અને રાહુલ પુરબીયા મળી આવ્યા હતા. પોલીસે દારૂની બોટલ ઉપરાંત બે વાઈનની બોટલ IP એડ્રેસ તેમજ શંકાસ્પદ હિસાબો લખેલી ડાયરી, 5 મોબાઈલ ફોન, ચપ્પુ, છરો તેમજ દારૂની ખાલી 11 બોટલો મળી આવી હતી.

પોલીસે કુલ બે આઈફોન અને લેપટોપ કબ્જે લીધાં છે. પોલીસને મોબાઈલ ફોનમાંથી ક્રિપ્ટો કરન્સીનો ડેટા અને ચેટ મળી આવી છે. આ ઉપરાંત ફોનમાંથી ક્રિકેટ અને ફૂટબોલ પર રમાયેલા સટ્ટાના હિસાબો પણ મળી આવ્યા છે. ક્રિપ્ટો કરન્સીના ડેટા-ચેટ તેમજ સટ્ટા બેટીંગના હિસાબ મળી આવતા પોલીસ આરોપીના મોબાઈલ ફોન એફએસએલ (FSL)માં વધુ તપાસ માટે મોકલી આપશે. નિરવના મોબાઈલ ફોનમાંથી બુટલેગરો સાથેની વાતચીતના મેસેજ મળી આવ્યા છે. ચિરાગ અને પરાગ નામના બુટલેગરની માહિતી સામે આવતા પોલીસે તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બંને બુટલેગર કેટલા સમયથી નિરવ રાયચુરાને સ્કોચ વ્હીસ્કી અને ભારતીય દારૂ સપ્લાય સપ્લાય કરતા હતા તે અંગે માહિતી મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે.

આરોપી નીરવના તમામ ફોનમાં આ પ્રકારના શંકાસ્પદ વ્યવહારો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે અલગ-અલગ મેચ ઉપર જે સટ્ટા રમ્યો હતો તેના હિસાબનો ડેટા પણ પોલીસને મળી આવ્યો હતો. કુલ 40 જેટલા હિસાબ પોલીસને હાથ લાગતા પોલીસ ગેલમાં આવી ગઈ હતી. પોલીસે પ્રોહિબિશનની સાથે સાથે જુગાર ધારા મુજબ નીરવ સામે બે પ્રકારના ગુના દાખલ કર્યા હતા

 83 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર