કડીમાં NRI ટ્રસ્ટી સહિત ચારની હત્યા કરનાર કાતિલ મહિલાની ધરપકડ

17 વર્ષ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે દિલ્હીથી મહિલાની કરી ધરપકડ

હત્યા બાદ 10 લાખની ચલાવી હતી લૂંટ, મહિલાના પતિની પણ ATSએ કરી હતી ધરપકડ

કડીના ઉટવા ગામમાં મહાકાળી મંદિરમાં NRI ટ્ર્સ્ટી સહિત 4 લોકોની હત્યા તેમજ લૂંટ કેસમાં આખરે ફરાર મહિલાની 17 વર્ષ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે દિલ્હીથી ધરપકડ કરી છે. થોડાક દિવસ પહેલા ગુજરાત ATSએ આ ઘટનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી મહિલાના પતિની ધરપકડ કરી હતી. બંન્ને દંપતિએ ચાર લોકોની નિર્મમ હત્યા કરી 10 લાખથી વધુની લૂંટ ચલાવી હતી.

વર્ષ 2004માં મહેસાણાના કડી પાસે આવેલા ઉટવા ગામના મહાકાળી મંદિરમાં NRI ટ્રસ્ટી ચીમન પટેલ, સાધ્વી સમતાનંદપૂર્ણાનંદ સરસ્વતી અને બે સેવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યાકાંડમાં વાપરવામા આવેલું ધારિયું મંદિરમાં જ રહેતા મહેન્દ્રસિંહ નામના વ્યક્તિ અને તેની પત્નીના રૂમમાંથી મળી આવ્યું હતું. મહેન્દ્રસિંહ અને તેની પત્ની હત્યા બાદથી ફરાર હતા અને સરકારે તેમના પર 50 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

જો કે 10 મહિના પહેલા ગુજરાત ATSની ટીમે મહેન્દ્રસિંહની દિલ્હીમાંથી ધરપકડ કરીને અમદાવાદ લવાયો હતો. જ્યાં તેની પૂછપરછ કરતા તેનું સાચું નામ ગોવિંદસિંહ યાદવ( મૂળ રહે. મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. આરોપી ગોવિંદસિંહ તેની પત્ની રાજકુમારી સાથે રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં એ સમયે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો અને હત્યાકાંડના 20 દિવસ પહેલાં જ કડી પાસે મહાકાળી મંદિરમાં પત્ની સાથે રહેવા આવ્યો હતો.

જો કે આ ઘટનામાં ફરાર મહેન્દ્રસિંહની પત્ની રાજકુમારી ઉર્ફે ડિસ્કોની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આખરે દિલ્હીથી ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાંચને ચોક્કસ બાતમીને આધારે દિલ્હીમાં રેડ કરી આરોપી મહિલાની ધરપકડ કરી છે.

 66 ,  1