અમદાવાદ : ચેઈન સ્નેચિંગ તથા વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ

ક્રાઇમ બ્રાંચે 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરી

શહેરના સરસપુર વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચે ચેઈન સ્નેચીંગ તથા વાહન ચોરીના રીઢા બે આરોપીઓને દબોચી લીધા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન ચેઈન સ્નેચીંગના ત્રણ તથા વાહન ચોરીના બે મળી કુલ પાંચ અનડીટેક્ટ ગુન્હાનાઓ ભેદ ઉકેલાયો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસ કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેમને ચેઈન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલ નવાઝ ઉર્ફે ઝીણીયો અને તેનો મિત્ર લતીફ સોનાની ચેઈન તથા ચોરી કરેલ વાહનો સગેવગે કરવા સરસપુર ગુરૂદ્વારા સામે ગીરધરમાસ્ટર કમ્પાઉન્ડની નજીક ભેગા થયાં છે. બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવતાં નવાઝ અને લતીફ બાતમીવાળી જગ્યાએથી ઝડપાઈ ગયાં હતાં. પોલીસે તેમની અંગઝડતી લેતાં તેમની પાસેથી 40 હજારની કિંમતની એક તૂટેલી સોનાની ચેઈન તેમજ 70 હજારની કિંમતનું એક સુઝુકી બર્ગમેન, તથા 60 હજારની કિંમતનું હોન્ડા શાઈન બાઈક મળી આવ્યું હતું. પોલીસે કુલ 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બંને આરોપીઓની અટકાયત કરી હતી.

આરોપીઓનો ગુન્હાહિત ઈતિહાસ..:

આરોપી નવાઝખાન ઉર્ફે જીણીયો યુસુફખાન પઠાણ નાનો અગાઉ કાલુપુર, નવરંગપુરા,બાપુનગર, સેટેલાઇટ, મણીનગર, ઓઢવ, વાડજ, ઘાટલોડીયા, પાલડી, ઇસનપુર, માધવપુરા, શાહીબાગ, રખીયાલ, ગુજરાત યુનિ, વસ્ત્રાપુર, શહેરકોટડા પોલીસ સ્ટેશનનોમાં ચેઈન સ્નેચીંગ તથા ચોરીઓના ગુન્હામાં પકડાયેલ છે. સાત વખત પાસા પણ ભોગવી ચુકેલ છે.

આરોપી લતીફ શેખનાનો અગાઉ દેશી દારૂના ગુન્હામાં શહેરકોટડા તથા ગોમતીપુરમાં પકડાયેલ છે. તેમજ મણીનગર પોલીસ સ્ટેશનમાં તથા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ છે. તેમજ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેચીંગના ગુન્હામાં પકડાયેલ છે. તેમજ એક વાર પાસા પણ ભોગવેલ છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી