લોકડાઉનની અફવા ફેલાવનાર યુવકની ધરપકડ

સરકારના નામનો ફેક લેટર કર્યો હતો વાયરલ, સાયબર ક્રાઇમે દબોચી લીધો

અમદાવાદ સહિત છ શહેરોમાં લોકડાઉન લાગુ પડશે તેઓ ગુજરાત સરકારના નામનો ફેક લેટર વહેતો કરનારને સાયબર ક્રાઇમે ઝડપી લીધો છે.

કોરોના મહામારી જેવી આફત અને વિકટ પરિસ્થિતિ વચ્ચે એક બાજુ લોકોમાં ભારે ભયનો માહોલ વ્યાપ્યો છે ત્યારે બીજી બાજુ એક ઈસમે ફક્ત ખોટી અફવા ફેલાવવાના મલિન ઈરાદે લોકડાઉન અંગેનો ખોટો મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને કારણે લોકોમાં ભારે અરાજકતા સર્જાઈ હતી, આ મેસેજને લઈને શહેર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને આ રીતની અફવા ફેલાનાવર ઈસમને શોધી કાઢવા માટે સાયબર ક્રાઇમ દવારા તપાસ શરુ કરવામાં આવી હતી અને આખરે સાયબર ક્રાઇમ સેલની ટીમે આવી અફવા ફેલાવનારાને ઝડપી પાડ્યો છે.

ખોટો મેસેજ મુકનાર અમદાવાદના અમૃત સલાટ નામના યુવકને સાયબર ક્રાઇમ બ્રાંચે પકડી પાડયો. શહેરોમાં લોકડાઉનની અફવા ફેલાવનાર આરોપી અમૃત સિલાઈ કામ કરે છે અને પોતે ફેક લેટર એડિટિંગ કરી અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં કોપી કરી અને ફેસબુક પર મુક્યો હોવાનું સામે આવ્યું છે.

સાયબર ક્રાઇમ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી અમૃત સલાટે પોતાના ફેસબુક પેજ પર ગુજરાત સરકારના નામનો એક ફેક લેટર પોસ્ટ કર્યો હતો. જેમાં આરોપી અમૃત સલાટ પોતાના ફેસબુક આઇડી ઉપર પોસ્ટમાં કોવિડ-19 ના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યું પણ આ બાબતે કોઈ નક્કર પરિણામની આશા ન હોવાથી ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના છ શહેરોમાં તારીખ 11 એપ્રિલથી તારીખ 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન નિર્ણય કરવામાં આવ્યો છે.

જેમાં આપાતકાલીન સેવાઓ શરૂ રહેશે અને લોકડાઉનના નિયમનું પાલન થાય તેવી જવાબદારી જે તે શહેરના એસપી, ડીવાયએસપીની રહેશે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતના આવા લખાણવાળા ખોટા મેસેજની પોસ્ટ સોશિઅલ મીડિયામાં મૂકી હતી

 38 ,  1