લંડનના રસ્તાઓ પર ફરતો જોવા મળ્યો નીરવ મોદી, સવાલો પર કહ્યું- ‘નો કોમેન્ટ’

પંજાબ નેશનલ બેંકમાં લગભગ 13 હાજર કરોડ રૂપિયાના બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી વિરુદ્ધ લંડનના વેસ્ટમિન્સ્ટર કોર્ટે ધરપકડ વોરંટ રજૂ કર્યું છે. હવે નીરવ મોદીની ધરપકડ નક્કી છે. વોરંટ રજુ થયા પછી નીરવ મોદી લંડનના રસ્તાઓ પર ફરતો જોવા મળ્યો હતો. નીરવ મોદીને જયારે મીડિયાઓએ સવાલ કર્યા ધરપકડ પર સવાલ કર્યા ત્યારે તેઓ ગુસ્સે થઇ ગયા અને રિપોર્ટરને કહ્યું તમે મને હેરાન કરી રહ્યા છો.

નીરવ મોદી ટોટેનહમ કોર્ટ સ્ટેશનથી ઓક્સફોર્ડ સર્કસ રોડ સુધી ફરતા જોવા મળ્યા હતા. તે દરમિયાન રિપોર્ટરે વાત કરવાની પણ કોશિશ કરી હતી, તો તેમણે કોઈપણ સવાલનો જવાબ આપ્યો નહીં. તેમને જયારે પૂછવામાં આવ્યું કે તમારી પાસે પાસપોર્ટ-વિઝા છે, શું તમે અહીં નવો વેપાર ચાલુ કર્યો છે?

વેસ્ટ મિન્સ્ટર કોર્ટથી ધરપકડ વોરંટ પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું- નો કોમેન્ટ. બધા સવાલો પર નીરવ મોદીએ જવાબ આપ્યો નહીં. જયારે તેમણે પૂછવામાં આવ્યું કે છુપાઈને રહી રહ્યા છો, જે બરાબર નથી. શું તમે પરત ભારત જવાનું વિચારી રહ્યા છો? આ સવાલ પર નીરવ મોદી રિપોર્ટર પર જ ભડકી ગયા અને કહ્યું કે તમે મને હેરાન કરી રહ્યા છો.

 49 ,  3