Article 370: બિલ રજૂ કરતી વખતે મનમાં એક ડર હતો કે ક્યાંક મારી…

જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલમ 370 હટાવા પર રાજ્યમાં સામાન્ય સ્થિતિ બનતી દેખાઇ રહી છે. કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણય પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શાહે કહ્યું, રાજ્યસભામાં તેમણે બિલ પર હોબાળાનો ડર હતો આથી તેમણે ત્યાં પહેલાં બિલ રજૂ કર્યું હતું.

અમિત શાહે કહ્યું કે મેં બિલ રજૂ કર્યું ત્યારે મને ડર હતો કે જ્યારે હું આ બિલ રાજ્યસભામાં રજૂ કરીશ ત્યારે રાજ્યસભા કેવી રીતે ચાલશે? ચેન્નાઈમાં રાજ્યસભાના સભાપતિ વૈંકૈયા નાયડૂના બુક લોન્ચ સમયે અમિત શાહે જણાવ્યું કે આંધ્રના વિભાજનનું દ્રશ્ય આજે પણ દેશની જનતાની સામે છે. મને શંકા હતી કે આ દ્રશ્યનો હું ભાગીદાર તો નહીં બનું ને? આ ડર સાથે હું રાજ્યસભામાં ઊભો થયો. વૈંકૈયાજીની કુશળતાનું જ પરિણામ છે કે વિપક્ષના મિત્રોને સાંભળતા આ બિલને ડિવિઝન સુધી ક્યાંય કોઈ એવી ઘટના નથી બની જેનાથી દેશની જનતાને લાગે કે સંસદની ગરિમા જળવાઈ નથી.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી