જેટલીના પિત્રોડા પર પ્રહાર, ‘ભારતની સમજણ નથી, તેઓ દેશની સુરક્ષા અને નીતિની કરે છે વાત’

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નીકટ ગણાતા અન કોંગ્રેસ વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે જો 300 આતંકીઓ માર્યા છે તો ઠીક છે. પરંતું તેના પુરાવા જાહેર કરવા જોઈએ. એટલું જ નહીં, તેમણે પાકિસ્તાન સાથે વાતચીતનું પણ સમર્થન કર્યું છે.

પિત્રોડાના આ નિવેદન બાદ કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલીએ વળતો જવાબ આપ્યો છે. જેટલીએ કહ્યું, જેમણે ભારતની સમજણ નથી, તેઓ દેશની સુરક્ષા અને નીતિની વાત કરી રહ્યા છે. વધુમાં નાણામંત્રીએ નામ લીધા વગર રાહુલ ગાંધી પર આડકતરીક રીતે પ્રહાક કરતા કહ્યું, ‘જો ગુરુ આવો છે તો શિષ્ય કેવો હશે ?’ જે આજે દેશને સહન કરવાનો વારો આવ્યો.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કોંગ્રેસ વરિષ્ઠ નેતાની આકરી ટીકા કરી હતી. તેમણે લખ્યું કે વિપક્ષ હંમેશા નિરંતર આપણી સેનાઓનું અપમાન કરે છે. ભારત હંમેશા પોતાની સેનાઓની સાથે છે. પીએમએ લખ્યું કે હું ભારતીયોને અપીલ કરવા માંગીશ કે વિપક્ષના નેતાઓને તેમના નિવેદનો પર સવાલ કરો.

તમને જણાવી દઇએ, કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર સવાલો ઉભા કરી પુરાવા માગ્યા છે. સાથે તેમણે પાકિસ્તાન પર આરોપ ન લગાવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનને દોષી જણાવવું પણ ખોટું છે.

 55 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી