અરૂણ જેટલીની તબિયત નાજુક, સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ ખબર પુછવા એઈમ્સ પહોંચ્યા

ભાજપ નેતા અને પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમને કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત રવિવારે જેટલીની ખબર જોવા માટે એઈમ્સમાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્વાસ લેવાની તકલીફ થયા બાદ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં એડમિટ છે. છેલ્લા બે દિવસમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને બસપા સુપ્રીમો માયાવતી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જેટલીની એઈમ્સમાં જઈને તબિયત પુછી હતી.

જેટલીને ગયા શુક્રવારે 9 ઓગસ્ટના રોજ સવારે 11 વાગે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એમ્સે તે દિવસે મોડી સાંજે બુલેટિન જાહેર કરીને કહ્યું હતું કે, ડોક્ટર્સની ટીમ જેટલીના સ્વાસ્થય પર નજર રાખી રહ્યા છે અને હાલ તેમની હાલત સ્થિર છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી