પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના અંતિમસંસ્કાર થોડી વારમાં જ રાજકીય સન્માનની સાથે નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે. અહીં પરિવારના સભ્યો અને નેતાઓએ તેમને અંતિમ વિદાય આપી. આ પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ભાજપના કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો.
ગુજરાતના સીએમ વિજય રૂપાણી, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરાખંડના સીએમ ત્રિવેદી સિંહ રાવત, બિહારના સીએમ નીતીશ કુમાર પણ પહોંચ્યા.ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી પણ નિગમ બોધ ઘાટ પહોંચ્યા.ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ભાજપના રાક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ નિગમ બોધ ઘાટ પર હાજર ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય રાજકીય દળના નેતા નિગમ બાધ ધાટમાં હાજર છે.
38 , 1