સીએમ હો તો ઐસા, લોકોને મળવા 15 કિલોમીટર ચાલીને ગયા…!

અરુણાચલના એવા ગામમાં પહોંચ્યા કે જ્યાં કોઇ સીએમ જતા નહોતા

ભારતના ઉત્તર પૂર્વના રાજ્ય અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જેની પાછળનુ કારણ એ છે કે, અરુણાચલ પ્રદેશના વિજયનગર નામના શહેરના લોકોને મળવા માટે તેઓ કાદવ કિચડ ભરેલા રસ્તા પર જાતે ગાડી ચલાવીને પહોંચ્યા હતા. અરુણાચલના મિયાઓથી વિજય નગર જવા માટે હાલમાં પાકો રસ્તો નથી. બંને જગ્યા વચ્ચે 15 કિલોમીટરનુ અંતર છે.

જેના કારણે વિજયનગરના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.આમ છતા પેમા ખાંડુએ અહીંના લોકોને મળવા જવાનુ નક્કી કર્યુ હતુ.જંગલના રસ્તા પર એક વખત તો તેમની જીપ કાદવ કિચડમાં ફસાઈ હતી અને જીપને કાઢવા માટે પેમા ખાંડુ જાતે ડ્રાઈવર સીટ પર બેસી ગયા હતા અને જીપને ધક્કો પણ માર્યો હતો.

વિજય નગર પહોંચવા માટે પંદર કિલોમીટરના રસ્તા પર તેઓ પગપાળા ચાલ્યા હતા.આ સફરના ફોટોગ્રાફ અને વિડિયો પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.સાથે સાથે કહ્યુ છે કે, આ રોડનુ કામ ઘણા વર્ષોથી અધુરુ રહ્યુ છે.જોકે 2022માં આ રોડને વાહનોની અવર જવર કરવા લાયક બનાવી દેવાશે.

 69 ,  1