અરુણાચલ પ્રદેશ: ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ

પાયલટ સહિત ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ

ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર ગુરુવારે અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું હતું. જેમાં 2 પાયલોટ અને 3 ક્રૂ મેમ્બર હાજર હતા. જો કે તમામ સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે. હેલિકોપ્ટર કેમ ક્રેશ થયું? આ માહિતી હજુ સુધી ઉપલબ્ધ થઇ નથી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે Mi-17 હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં 2 પાયલટ અને 3 ક્રૂ મેમ્બર સાથે ક્રેશ થયું છે. જો કે રાહતની વાત એ સામે આવી રહી છે કે, આ ઘટનામાં તમામ સુરક્ષિત છે. આ ઘટના ત્યારે બની જ્યારે હેલિકોપ્ટર એર મેન્ટેનન્સ માટે ઉડી રહ્યું હતું. ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવશે. આ પહેલા ઓક્ટોબરમાં મધ્યપ્રદેશનાં ભીંડ જિલ્લામાં એરફોર્સનું એક પ્લેન ક્રેશ થયું હતું. આ જાણકારી ખુદ ભારતીય વાયુસેનાએ આપી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, “આજે સવારે સેન્ટ્રલ સેક્ટરમાં ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન IAF મિરાજ 2000 એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં, જમ્મુ-કાશ્મીરનાં ઉધમપુર જિલ્લાનાં શિવગઢ ધાર વિસ્તારમાં એક ટેકરી પર સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં બે પાયલોટનાં મોત થયા હતા. ઓગસ્ટમાં પણ બે પાયલટોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ પઠાણકોટ નજીક રણજીત સાગર ડેમ તળાવમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી