આજે અમદાવાદની મુલાકાતે છે અરવિંદ કેજરીવાલ…

કેજરીવાલની હાજરીમાં ‘આપ’માં જોડાયા જાણીતા ચહેરા..

ગુજરાતના જાણીતા પત્રકાર ઈશુદાન ગઢવી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે .દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા . અરવિંદ કેજરીવાલ એક દિવસની ગુજરાતની મુલાકાતે છે .અમદાવાદના નવરંગપુરામાં આવેલ પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાના છે .

આ પહેલા અરવિંદ કેજરિવાલે પત્રકાર પરિષદ સંબોધી તેમાં તેમણે ભાજપ અને કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા .કેજરીવાલે કહ્યું કે ,ગુજરાતની આવી ખરાબ સ્થિતિ ભાજપ અને કોંગ્રેસને લીધે છે .ભાજપને જયારે જરૂર પડે છે ત્યારે કોંગ્રેસ માલ સપ્લાય કરે છે .સત્યાવીશ વર્ષથી બંને પાર્ટીઓની મિત્રતા છે .કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું કે ,ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરે છે .સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે ,વેપારીઓમાં પણ ભયનો માહોલ છે તથા કોરોનાના સમયમાં સરકારે ગુજરાતને એકલું અનાથ છોડી દીધું છે .કેજરીવાલને દિલ્હી સરકારની ઉપ્લબ્ધીયા ગણાવતા કહ્યું કે ,દિલ્હીમાં વીજળી મફત છે તો ગુજરાતમાં કેમ નહિ ?


2022 વિધાનસભાની ચૂંટણીઓમાં 182સીટો પાર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.ગુજરાતનો મોડલ ગુજરાતમાં જ રહેશે .અહીની જનતા જાતે નક્કી કરશે પોતાનું વિકાશ મોડલ….

વધુમાં ,તેમણે કહ્યું કે ,આગામી આવનારી 2022ની ચૂંટણીઓને વધારે મજબૂત કરવાની કવાયત હાથ ધરવી છે .તેમણે ગુજરાતમાં સુધારો કરવાની અને વિકાસ કરવાની વાત પાર જોર મૂક્યું .પોતાના સંબોધનમાં તેમણે સરદાર પટેલનો પણ ઉલ્લેખ કર્યો .તેમણે કહ્યું કે ,સરદાર પટેલે દેશને એક કરવાં મહત્વનો ફાળો આપેલ છે .ગુજરાતના વેપારીઓ પર સરકારે દબાણ કરીને તેમની બેઠક રદ કરાવી તેવું નિવેદન તેમણે આપ્યું .

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ,જો કોઈ વ્યક્તિ પોતાનું ચાલુ કરિયરને છોડીને રાજનીતિમાં આવે તો તે પરિવર્તન ઈચ્છે છે .ગુજરાતની જનતાને હવે ત્રીજો વિકલ્પ મળી ગયો છે .તેવી વાત તેમણે જણાવી .યુવાઓનો બેરોજગારીનો પ્રશ્ન પણ તેમને ઉઠાવ્યો .ગુજરાતના છ કરોડ લોકો પોતાનું વિકાસ મોડલ બનાવશે તેવું જણાવ્યું .


2022ની ચૂંટણી સંદર્ભે પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું કે ,ગુજરાતના પ્રશ્નોને જનતા જાણે છે એટલે આગામી ચૂંટણીઓમાં નિર્ણય જાતે કરશે એવું છેલ્લે નિવેદન આપ્યું .

 90 ,  1