કેજરીવાલે મોદી પર કસ્યો તંજ, કહ્યું, ‘જો ભાજપ જીતશે તો પાકિસ્તાનમાં…’

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ફરી એકવાર પાકિસ્તાનને લઇ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના શાંતિ પ્રસ્તાવ પર સવાલ ઉઠાવતા પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.

તેમણે ટ્વિટ કરીને કહ્યું, પાકિસ્તાન શા માટે મોદીને જીતાડવા માંગે છે ? મોદીજી જણાવે કે પાકિસ્તાન સાથે તેમના કેટલા ગાઢ સંબંધ છે? તમામ ભારતીયો જાણી લે કે જો મોદીજી જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.

આ સાથે કોંગ્રેસે પણ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાને ઔપચારિક રીતે મોદીની સાથે ગઠબંધન કર્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જણાવ્યું છે કે મોદીને મત આપવાનો અર્થ છે કે પાકિસ્તાનને મત આપવો.

 94 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી