અરવિંદ ત્રિવેદીની યાદગાર ફિલ્મ, દર્શકો થિયેટરમાં જ રડી પડ્યાં હતા

વર્ષ 1998માં સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ હતી

ટીવી જગતની લોકપ્રિય ધારાવાહિક રામાયણમાં રાવણનું પાત્ર ભજવી ચુકેલા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું છે. તેમણે 82 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. ત્રિવેદીએ રામાનંદ સાગરની રામાયણમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. 

આજે એટલે કે, બુધવારે સવારે મુંબઈના દહાનુકરવાડી સ્મશાન ઘાટ ખાતે અરવિંદ ત્રિવેદીના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા અને ગત રાત્રિએ હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હતું. તેમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ અરવિંદ ત્રિવેદીના મૃત્યુની પૃષ્ટિ કરી હતી. 

રામાયણમાં રાવણની યાદગાર ભૂમિકા અદા કરનાર આ કલાકારની એક ગુજરાતી ફિલ્મે ધૂમ મચાવી હતી. જેને જોઇને થિયેટરમાં લોકો તેના આંસુ ન હતા રોકી શક્યા. અરવિંદ ત્રિવેદીએ 300થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમની એક ફિલ્મ ખૂબ જ યાદગાર રહી. જેને જોયા બાદ કોઇ વ્યક્તિ એવું ન હતું જેની આંખમાં આંસુ ન આવ્યાં હોય. આ ફિલ્મ હતી ફિલ્મ “દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા”

અરવિંદ ત્રિવેદીની આ યાદગાર ફિલ્મ “દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા” ૧૯૯૮ માં રિલીઝ થઇ હતી. તે ૧૯૯૮ સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે રાધાના દાદાની ભૂમિકા અદા કરી હતી અને તેમના હૃદયસ્પર્શી અભિનય સૌ કોઇને થિયેટરમાં રડાવી દીધા હતા. આ ફિલ્મમાં રામ (હિતેન કુમાર) અને રાધા (રોમા માણેક) બાળપણના પ્રેમ પર છે. તેઓ જૂદા થઇ જાય છે અને ફરી મળે છે પરંતુ તેમના મિલન સામે અનેક વિઘ્નો હોય છે. રાધા લગ્ન કરીને અમેરિકા જતી રહી છે પરંતુ . ભારતીય સંસ્કૃતિથી તદન વિપરિત પતિના વર્તનથી પરેશાન અમેરિકા પરત ફરે છે. આ બંને પ્રેમીના વિયોગ અને મિલનની સાથે ગૂંથાયેલી  આ કથાનકમાં દાદાની ભૂમિકા અદા કરનાર અરવિંદ ત્રિવેદીની ભૂમિકા હૃદયસ્પર્શી રહી અને તેનો અભિનય લોકોના સ્મૃતિપટ પર એક અલગ જ છાપ છોડી ગયો. તેમના સોન્ગ પણ સુપરહિટ સાબિત થયા હતા.

 71 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી