Aryan Khan Drugs Case : મુખ્ય આરોપી પુણેથી ઝડપાયો, ઘણાં દિવસોથી હતો ફરાર

ગોસાવી વિરુદ્ધ પુણેમાં છેતરપિંડીનો કેસ પણ દાખલ

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સાક્ષી કિરણ ગોસાવીની મહારાષ્ટ્રમાં પુના પોલીસે ધરપકડ કરી છે. કિરણ ગોસાવીની વર્ષ 2018ના ફ્રોડ કેસ મામલે ધરપકડ કરાઈ છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2018માં ચિન્મય દેશમુખ નામની વ્યક્તિએ મલેશિયામાં નોકરી અપાવવા માટે કિરણ ગોસાવીને 6 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ જોબ ન મળી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ કેસમાં તે ભાગેડુ જાહેર થયો હતો.

નોંધનીય છે કે જ્યારથી આર્યન ખાનનો મામલો સામે આવ્યો છે ત્યારથી કિરણ ગોસાવીની ધરપકડ કરવા માટે પોલીસે ટીમ બનાવી હતી. કિરણ ગોસાવી પણ સતત સરન્ડરની વાત કરતો હતો. જો કે હવે પોલીસે કિરણ ગોસાવીની ધરપકડ કરી લીધી છે. 

પ્રભાકર સેલ ખોટું બોલે છેઃ કિરણ ગોસાવી

સાથે જ કસ્ટડીમાં લેતા પહેલા મુખ્ય સાક્ષી ગોસાવીએ કહ્યું કે પ્રભાકર સેલ ખોટું બોલી રહ્યો છે. હું માત્ર એટલી જ વિનંતી કરવા માંગુ છું કે તેમનો CDR રિપોર્ટ જાહેર કરવામાં આવે. મારો CDR રિપોર્ટ અથવા ચેટ જારી કરી શકાય છે. પ્રભાકર સેલ અને તેના ભાઈની સીડીઆર રિપોર્ટ અને ચેટ જાહેર કરવી જોઈએ જે બધું સ્પષ્ટ કરી દેશે.

કિરણ ગોસાવીએ કહ્યું કે મહારાષ્ટ્રના ઓછામાં ઓછા એક મંત્રી કે વિપક્ષના કોઈપણ નેતા મારી સાથે ઊભા રહે. તેઓએ મુંબઈ પોલીસને પ્રભાકર સેલની સીડીઆર અને ચેટ જારી કરવા વિનંતી કરવી જોઈએ. તેનો રિપોર્ટ આવ્યા બાદ બધુ સ્પષ્ટ થશે.

કિરણ ગોસાવીને આર્યન ખાન સાથે સેલ્ફી થઈ હતી વાયરલ

આર્યન ખાન કેસમાં સાક્ષી કિરણ ગોસાવીનું નામ ચર્ચામાં ત્યારે આવ્યું જ્યારે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની સાથે કિરણ ગોસાવીની એક સેલ્ફી વાયરલ થઈ હતી. કિરણ ગોસાવીએ પોતે આર્યન ખાન સાથે પોતાની સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પહેલા લોકોને લાગ્યું હતું કે આર્યન ખાન સાથે સેલ્ફી લેનારી વ્યક્તિ એનસીબીનો કોઈ અધિકારી છે. પરંતુ પાછળથી  ખબર પડી કે તે કિરણ ગોસાવી છે અને આ કેસમાં એક સાક્ષી છે.

 

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી