‘સેલેબ્રિટીને પકડીને ઢોલ વગાડો છો, જ્યારે કરોડોનું ડ્રગ્સ ઝડપાયું એ ભુલાયુ…’

CM ઠાકરેએ BJP – NCB પર કર્યા આડકતરાં પ્રહારો

આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ મામલે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ NCB પર આડકતરાં પ્રહારો કર્યા હતા. ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટીના મામલે બોલીવુડ સેલિબ્રિટી શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે જેના મામલે રાજકીય રંગ પકડતા મામલો હવે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં બદલાયો છે. 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નિવેદન આપ્યુ હતું કે સેલિબ્રિટીને ચપટી ગાંજા સૂંઘવા માટે ધરપકડ કરીને ઢોલ વગાડો છો તો ગુજરાતમાં તો જંગી માત્રામાં ડ્રગ્સ મળે છે. 

મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અત્યારે NCB દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે એવામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ કાર્યવાહી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. એક તરફ અત્યારે   બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનનો દીકરો ખૂબ ગંભીર આરોપો હેઠળ જેલના સળિયા ગણી રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ આડકતરી રીતે તેનો બચાવ કરવા પ્રયત્ન કર્યા છે અને ગુજરાતને વચ્ચે લઈ આવ્યા છે. 

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી