આર્યન ખાનને મુંબઇ ડ્રગ્સ કેસમાં મળી મોટી રાહત

હજુ પણ આ નિયમોનું કરવું પડશે પાલન

મુંબઇ ડ્રગ્સ કેસ મામલે શાહરૂખ ખાનના લાડલા આર્યન ખાનને મોટી રાહત મળી છે. હવે આર્યન ખાનને દર શુક્રવારે એનસીબી કાર્યાલયમાં હાજરી આપવાથી રાહત મળી છે. આ સંબંધમાં આર્યન ખાને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે.

મુંબઇ ડ્રગ્સ કેસમાં મુંબઇ હાઈ કોર્ટે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને રાહત આપી છે. આર્યન ખાન 28 ઓક્ટોબરના જામીન અરજી પર મુક્ત થયો હતો. ત્યારબાદ આર્યન ખાનને શરતીજામીન તરીકે દર શુક્રવારે એનસીબી કાર્યાલયમાં રિપોર્ટ કરવા કહ્યું હતું. હવે મુંબઇ હાઈ કોર્ટે આર્યન ખાનને દર શુક્રવારના એનસીબી કાર્યાલયમાં હાજરી આપવામાંથી રાહત આપી છે. તમને જણાવી દઈએ કે, આ સંબંધમાં આર્યન ખાને કોર્ટમાં અરજી દાખ કરી હતી. કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો.

આર્યન ખાનને દર શુક્રવારે એનસીબી કાર્યાલયમાં હાજરી આપવામાંથી રાહત મળી છે પરંતુ કોર્ટે આ પણ જણાવ્યું છે કે, જ્યારે પણ કેસની તપાસ કરી રહેલી દિલ્હી એસઆઇટી આર્યન ખાનને સમન્સ આપશે ત્યારે તેને પૂછપરછ માટે હાજર થવું પડશે. સાથે જ જો આર્યન ખાન મુંબઇ છોડવા ઇચ્છે છે તો તપાસ અધિકારીઓને તેની જાણકારી આપવી ફરજિયાત કરવામાં આવી છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી