આર્યન ખાનની ‘મન્નત’ આજે પણ અધૂરી, 30 ઓકટોબર સુધી જેલમાં જ રહેવું પડશે

આર્યન-અનન્યા બાદ વધુ બે સેલેબ્રિટી NCBની રડારમાં…

ડ્રગ્સ કેસના મામલામાં બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનના પુત્ર આર્યનખાનની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે કોર્ટે આર્યનખાન સહિત આઠ આરોપીઓની ન્યાયિક હિરાસત 30 ઓક્ટોબર સુધી વધારી છે. એનસીબીના અધિકારીઓ ગુરૂવારે બપોરે અભિનેતા શાહરૂખ ખાનના ઘરે પહોંચ્યા હતા. આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારથી એનસીબી મન્નત બંગલોમાં જઈને તલાશી લેશે તેવી અટકળો થઈ રહી હતી. બીજી બાજુ મુંબઈ ડ્રગ રેકેટને ખતમ કરવા માટે NCB દ્વારા સતત કાર્યવાહી કરીને વધુ મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બોલિવૂડ બેકગ્રાઉન્ડના ઓછામાં ઓછા 2 મોટા સેલેબ્સ NCBના રડાર પર છે. NCB ગમે ત્યારે આ સેલેબ્સ પર સકંજો કસી શકે છે. NCB ને વોટ્સએપ ચેટ દ્વારા આ સેલેબ્સ વિશે જાણવા મળ્યું છે.

ક્રુઝ રેવ પાર્ટીમાં પકડાયેલા શાહરૂખના પુત્ર આર્યનના જામીન અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. હવે આ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. NCB એ બોલીવુડ અભિનેત્રીના ઘરે દરોડા પાડ્યા છે. NCB ની કાર્યવાહી પૂરી થઈ અને ટીમ પાછી આવી ગઈ છે. અનન્યા પાંડેને NCB ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. NCB એ પૂછપરછ કરતા પહેલા અનન્યા પાંડેના ઘરેથી કેટલાક ફોન, લેપટોપ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરી હતા. NCB ને મળેલી વોટ્સએપ ચેટ પરથી જાણવા મળ્યું કે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે વાતચીત થઈ હતી. NCB ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અનન્યા પાંડેની પૂછપરછ કરી હતી.

ત્યારે હવે એનસીબીની ટીમ શાહરૂખ ખાનના ઘરે પહોંચી હોવાથી દરોડાની અટકળો સેવાઈ રહી હતી. જોકે ઘરમાંથી બહાર નીકળ્યા બાદ એનસીબીના એક અધિકારીએ તેઓ માત્ર જરૂરી દસ્તાવેજ લેવા ઘરે આવ્યા હતા તેમ જણાવ્યું હતું. સાથે જ મન્નત બંગલોમાં કોઈ દરોડો નથી પાડવામાં આવ્યો તેમ પણ કહ્યું હતું. કિંગ ખાન તરીકે ઓળખાતો શાહરૂખ ખાન આજે જ આર્થર રોડ જેલમાં પુરાયેલા પોતાના દીકરા આર્યન ખાનને મળવા ગયો હતો.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી