આર્યનની જેલમુક્તિ – પિતા શાહરૂખને જન્મદિનની ભેટ…

27 દિવસના જેલવાસ બાદ આજે આર્યન આઝાદ પંછી…

મુંબઇમાં ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પૂત્ર આર્યનની 27 દિવસ બાદ આજે જેલમાંથી છુટકારો થઇ રહ્યો છે. બપોરના ભોજન બાદ આર્થર રોડ જેલમાંથી બહાર કાઢવમાં આવે તેમ છે. બે દિવસ પહેલાં જ હાઇકોર્ટે તેમના શરતી જામીન મંજૂર કર્યા હતા. જો કે જેલમાં જામીન વગેરેના કાગળીયા પહોંચાડવામાં વિલંબને કારણે આજે 30 ઓક્ટોબરો તેમણે છોડવામાં આવશે. 2 નવેમ્બરના રોજ શાહરૂખ ખાનનો જન્મ દિવસ છે તેથી યોગાનુંયોગ એમ કહી શકાય કે, આર્યનની જેલ મુક્તી પિતા શાહરૂખને જન્મદિનની ભેટ સમાન હશે. 2 ઓક્ટોબરની રાત્રીએ મુંબઇથી ગોવા જઇ રહેલા ક્રૂઝમાં આર્યનની ધરપકડ થઇ હતી.

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને જામીન મળ્યા બાદ શુક્રવાર, 29 ઓક્ટોબરના રોજ બેલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, બેલ ઓર્ડર મોડે સુધી જેલ ન પહોંચતા આર્યન ખાનને ગઇકાલની રાત પણ જેલમાં જ વિતાવવી પડી હતી. આર્યન ખાન આજે જેલની બહાર આવશે ત્યારે શાહરૂખ ખાન અને ગૌરી ખાનની ‘મન્નત’ પૂર્ણ થશે.

બેલ ઓર્ડરમાં કેમ થયું મોડું?

મુંબઈનો ટ્રાફિક, સેશન્સ કોર્ટની કાર્યવાહી તથા હાઈકોર્ટમાંથી ઓપરેટિવ જજમેન્ટ મોડો આવવાને કારણે આર્યનનો બેલ ઓર્ડર જેલ સુધી પહોંચી શક્યો ન હતો. જેલ અધિકારીઓએ રિલીઝ ઓર્ડર માટે થોડીવાર સુધી રાહ પણ જોઈ હતી. જોકે, આર્યનના બેલ ઓર્ડરના કાગળ જેલમાં પહોંચી શક્યા નહોતા.

ક્યાં અટવાઈ કાર્યવાહી?

અંદાજે સાડા ચાર વાગે જૂહી ચાવલા જામીનદાર બનીને સેશન્સ કોર્ટ આવી હતી અને ત્યારબાદ કાર્યવાહીમાં એક કલાકનો સમય થયો હતો. જૂહી સાંજે છ વાગે સેશન્સ કોર્ટમાંથી બહાર આવી હતી. આ દરમિયાન આર્યનની સિક્યોરિટી બોન્ડ ભરવામાં આવ્યું હતું અને અન્ય સરકારી પેપર પર વકીલની સહી લેવામાં આવી હતી. આ બધામાં મોડું થયું હતું.

જેલમાં બેલ ઓર્ડરનો શું છે નિયમ?

હાઈકોર્ટે આર્યન ખાન માટે પાંચ પેજનો બેલ ઓર્ડર રિલીઝ કર્યો છે. આર્થર રોડ જેલના સુપરિટેન્ડેન્ટ નિતિન વાયાચાલે કહ્યું હતું કે નિયમ પ્રમાણે, રિલીઝ ઓર્ડર જેલમાં મૂકેલા જામીન બોક્સમાં નાખવાનો હોય છે. બેલ ઓર્ડરને મેલ કે પોસ્ટથી મોકલી શકાય નહીં. હાર્ડ કોપી જરૂરી છે.

આર્યનને કેટલીક શરતો માનવી પડશે

જેલમાંથી બહાર નીકળ્યા બાદ આર્યને ઘણી શરતો પણ માનવી પડશે. આર્યનને એક લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. કોર્ટની શરત પ્રમાણે, દર શુક્રવારે આર્યન ખાને NCB (નાર્કોટ્રિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસ જવું પડશે. કોર્ટની કાર્યવાહી અંગે કોઈ નિવેદન આપી શકશે નહીં.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી