September 25, 2020
September 25, 2020

વિરાટ કોહલીના ઘરે બંધાશે પારણું ! બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા

વિરાટ કોહલીએ ટ્વિટ કરીને કહ્યું- જાન્યુઆરી 2021માં આવશે ખુશખબર

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 2021માં પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. આ વાતની પુષ્ટી વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આપી છે. વિરાટે અનુષ્કા સાથેનો એક ફોટો  ટ્વિટ કરીને કહ્યું કે જાન્યુઆરી 2021માં તેમના ઘરે નાનકડો મહેમાન આવવાનો છે. વિરાટે શેર કરેલી તસવીરમાં અનુષ્કા બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. 

વિરાટ કોહલીએ ટ્વિટ કરીને લખ્યું, હવે અમે બેમાંથી ત્રણ થવાના છીએ. જાન્યુઆરી 2021માં ખુશખબર આવશે. વિરાટ કોહલીના ટ્વિટથી ફેન્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વિરાટની આ ખબર શેર કરવાની સાથે જ તેને ફેન્સની લાઈક્સ અને કમેન્ટ મળવાનું શરૂ થઈ ગયું છે. ફેન્સ તેને કમેન્ટમાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

વિરાટ કોહલી હાલ આઈપીએલ 2020 માટે દુબઈમાં છે. અનુષ્કા શર્મા ઘણા સમયથી ફિલ્મોથી દુર છે.  વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી બોલીવુડની પસંદગીની જોડીઓ માંથી એક છે. બંનેના ફોટો અથવા વીડિયો, સોશ્યલ મીડિયા પર છવાયેલા રહે છે.

 138 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર