મુખ્યમંત્રી બનતા જ ચરણજીત સિહં વિવાદમાં…

મહિલા આયોગે કરી પદ પરથી હટાવવાની માંગ

પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિહં ચન્નીએ શપથ લીધા છે. ચરણજીત સાથે સુખજિંદર સિંહ રંધાવા અને ઓમ પ્રકાશ સોનીએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાંથી એક ચહેરો હિંદુ અને બીજો ચહેરો શિખ સમુદાયમાંથી આવે છે. ચરણજીત સિંહ ચન્ની પંજાબના 16મા મુખ્યમંત્રી છે. આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસે પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો બદલ્યો હતો.

તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પસંદ કરાયેલા મુખ્યમંત્રીને લઇ વિવાદ જાગ્યો છે. મહિલા આયોગના ચેરપર્સને તેમના મુખ્યમંત્રી બનવાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર 2018માં MeToo મૂવમેન્ટ દરમિયાન ગંભીર આરોપ લાગ્યા હતા. રાજ્ય મહિલા પંચે ત્યારે તેમને નોટિસ ફટકારી હતી, ત્યાં સુધી કે તેમને સસ્પેન્ડ કરવા માટે ધરણા પણ આપ્યા હતા. પરંતુ આ મામલામાં પંજાબ સરકારે કોઈ પગલા ભર્યા નહીં. 

રેખા શર્માએ કહ્યું કે, જે પાર્ટી (કોંગ્રેસ) ના અધ્યક્ષ એક મહિલા છે, આજે તેમણે ચરણજીત સિંહને પંજાબના મુખ્યમંત્રી બનાવ્યા છે. તેમણે કહ્યું કે, મહિલા સુરક્ષા માટે આ વાખ ખતરો છે અને તેમની વિરુદ્ધ તપાસ થવી જોઈએ કારણ કે તે મુખ્યમંત્રી બનવા સક્ષમ નથી. રેખા શર્માએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરી છે. 

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી