વિકલ્પ મળતાં જ વોટ્સએપનો ફાંકો ઉતરી ગયો..જાનમ સમઝા કરો…!!

વિકલ્પ ભલભલાની શાન ઠેકાણે લાવી દે છે, પૂછો ફેસબુકને….

દર સેકંડે (રિપીટ દર સેકંડે) ફેસબુક 5800 રૂપિયાની કમાણી કરે છે છતાં..

હવે વોટ્સએપના યુઝર્સ ડેટામાંથી કમાણી કરવા પ્રાઇવસી પોલીસી બદલી અને…

વોટ્સએપના વિકલ્પ તરીકે મળ્યા છે- સિગ્નલ…ટેલિગ્રામ…એપ..

યુઝર્સ બીજા એપમાં જવા લાગતા ફેસબુક ઉવાચઃ નવી પોલીસ 3 મહિના મોકૂફ…!

2014માં કોંગ્રેસનો વિકલ્પ મળતાં જ પાર્ટી સિમટ ગઇ 53 સીટો મેં…!! 2019 મેં 44 મેં…

2024માં- તેરા ક્યા હોગા રાહુલ…!!

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

ગૂગલ…ફેસબુક…ટ્વીટર…ઇન્સ્ટાગ્રામ…વોટ્સએપ…આ છે 21મી સદીના 21મા વર્ષના યંગીસ્તાનના હાથવગા મોબાલિયા હથિયારો..!! ક્યાંક કંઇક બન્યું કે તરત જ નિકાલ વોહી મોબાઇલ ઔર ડાલ દે વિડિયો…..ભ…મ કરતાં પહોંચ્યો 250ના વોટ્સએપ ગ્રુપમાં. ત્યાંથી બીજે અને ત્યાંથી ત્રીજે…એમ કૂદકા મારતા મારતા પોસ્ટ કે વિડિયો પોસ્ટમેન વગર મોબાઇલ દ્વારા છેક ક્યાંથી ક્યાં પહોંચી જાય છે..અને જો તેમાં કંઇક વાંધાજનક હોય તો કરત જ તાંડવ….!!

તાંડવથી યાદ આવ્યું કે એમેઝોન પર વેબ સિરિઝ “તાંડવ” સામે બબાલ…હિન્દીમેં બોલે તો બવાલ…મચી હૈ. સૈફઅલીખાન મુખ્ય ભૂમિકામાં છે. રાજકારણના કેટલાક પ્રસંગોને પણ આવરી લેવાયા છે. વેબ સિરિઝમાં હિન્દુ દેવી-દેવતાના અપમાનનો આરોપ છે આ વેબસિરિઝમાં. હિન્દુ સંગઠનોનો વિરોધ અને સરકારની સક્રિયતાને જોતાં “તાંડવ”નું તાંડવ નૃત્ય શાંત પડી જાય તો નવાઇ નહીં. એમેઝોન પણ ઓટીટી પ્લેટફોર્મ કોરોના લોકડાઉનની ઉપજ છે. નવી નવી ફિલ્મો આ પ્લેટફોર્મ પર રજૂ થઇ રહી છે. પણ સિનેમાહાઉસ, મલ્ટીપ્લેક્સ થીયેટરો ફરી ધમધમતા થતાં જ ઓટીટી ટાંય…ટાંય..ફિસ્સ હો સકતા હૈ….

મેસેજિંગ એપ વોટ્સએપની માલિકી ફેસબુકના હાથમાં આવ્યાં બાદ વોટ્સએપ પર મોકલાતા મેસેજ, ફોટો, ઇમેજ કે વિડિયોનો અભ્યાસ કરીને ફેસબુકે ડોલરિયો ધંધો વિસ્તારવા વોટ્સએપનો ઉપયોગ કરવા નક્કી કર્યું અને તેની પ્રાઇવસી પોલીસીમાં ફેરફારો કરવાનો ઇરાદો જાહેર કરતાં જ દુનિયાના સૌથી ધનિક એલેન મસ્ક પણ ભડક્યા અને એક જ મેસેજ આપ્યો- સિગ્નલમાં જાઓ….!

અને જોતજોતામાં વોટ્સએપની સામે તાંડવ શરૂ થયું. વોટ્સએપના સામાન્યમાં સામાન્ય વપરાશકાર સુધી સંદેશો પહોંચ્યો કે . ફેસબુક વોટ્સએપમાં તેમના દ્વારા મૂકાયેલી સામગ્રી-કન્ટેન્ટનો ઉપયોગ કરીને વધુ ડોલર કમાવવાના પેંતરા કરી રહ્યું છે. ફેસબુકની કમાણી પર એક નજર નાંખીએ તો આપણે પણ તાંડવ કરવા લાગીએ કે ઓત્તારી….આપણાં દ્વારા ફેસબુક આટલુ કમાય છે…!

ફેસબુકની પ્રતિ સેકન્ડની કમાણી 81 ડોલર એટલે એક ડોલરના 70 રૂપિયા ગણીએ તો અંદાજે 5800 રૂપિયા અને પ્રતિ મિનિટે 4,860 ડોલર અને રૂપિયામાં ગણીએ તો લગભગ સવાત્રણ લાખ રૂપિયા એક મિનિટમાં કમાય છે. આટલુ ઓછુ હોય તેમ વોટ્સએપના માધ્યમથી પણ ડોલર…ડોલર….કમાવવાની ગણતરી કરી પરંતુ એલન મસ્કે જે વિકલ્પ આપ્યો અને અન્ય વિકલ્પ મળતાં જ સિગ્નલ મેસેજિંગ એપને, મૈં આ રહા હું…ના સિગ્નલો મળતાં ફેસબુકના ફેસની રેખાઓ બદલાઇ ગઇ….માર્યા…. વોટ્સએપના વપરાશકારો તો જઇ રહ્યાં છે સિગ્નલ તરફ…અને તરત જ જાહેર કર્યું કે નવી પ્રાઇવેસી પોલીસી 3 મહિના માટે મોકૂફ….!!

સિગ્નલ ટેલિગ્રામ જેવા અન્ય મેસેજિંગ એપ સામાન્ય લોકો સુધી પહોંચી ગયા અને વોટ્સએપના વપરાશકારો-યુઝર્સ ધીમે ધીમે, તેરી ગલિયોમેં ના રખેંગે કદમ…આજ કે બાદ…..કહીને વોટ્સએપ છોડવા લાગ્યા છે. 3 મહિના પછી વોટ્સએપના માલિક ફેસબુક ડેટા મેળવશે- કેટલા ગયા….? ઓહો…પોલીસીની મુદત ફરી વધારી દો….! અને એવુ જ થશે કેમ કે મોબાઇલ વપુરાશકારો પાસે વોટ્સએપનો વિકલ્પ હાજરાહજૂર છે અને તે પણ મફતમાં…!

જો કે વોટ્સએપ પણ મફતના ભાવમાં જ છે પરંતુ લોકોની ખાનગી અને અંગત માહિતી મેળવવાની ઇચ્છા જાહેર કરતાં જ કોમનમેનની જેમ કોર્પોરેટ સેક્ટરમાં કંપનીઓના માલિકો પણ સાવધાન થઇ ગયા. કેમ કે તેઓ પણ વોટ્સએપનો ઉપયોગ કરીને પોતાના ધંધાની માહિતીની આપ-લે કરતાં હશે. ડોક્યુમેન્ટ સ્કેન કરીને કે ફોટા પાડીને મોકલતા હશે. એટલે તેઓ પણ વોટ્સએપની નવી સૂચિત પ્રાઇવસી પોલીસીથી ચિંતિત તો બન્યા જ છે.

વોટ્સએપ છોડવાનું ઘણાં માટે એક અન્ય કારણ છે અને તે છે આર.ભારત ટીવીના એંકર-કમ-ચીફ એડિટર અર્નબ ગોસ્વામીની વોટ્સએપ ચેટની વિગતો જાહેર થવી…!! મુંબઇ પોલીસે ટીઆરપી કેસમાં અર્નબના વોટ્સએપ ચેટના અનેક સંદેશાઓ અલબત્ત, કંપની પાસેથી સત્તાવાર રીતે મેળવીને જ જાહેર કર્યા છે જેમાંથી એવો ફણગો ફૂટ્યો કે 14 ફેબ્રુઆરી,2019 વેલેન્ટાઇન ડેના રોજ થયેલા પુલવામા આતંકી હુમલો અને તેનો બદલો લેવા પાકિસ્તાન પર કરાયેલી 13 દિવસ પછીની વળતી સૈન્ય કામગીરી બાલાકોટ એર સ્ટ્રાઇકની માહિતી ગોસ્વામી પાસે પહેલાથી હતી….!! અને તેઓ ટીઆરપી વધારવા માટે તેનો ઉપયોગ કરી રહ્યાં હતા….?

ગોસ્વામી વોટ્સએપ ચેટ બતાવે છે કે બાલાકોટ એર સ્ટ્રાઇક અંગે તો ગોસ્વામીએ 3-4 દિવસ પહેલાં જ પોતાની ટીવી ચેનલમાં ઇશારો કર્યો હતો કે પાકિસ્તાન પર કુછ બડા હોનેવાલા હૈ…. અંદાજે 500 પેજના વોટ્સએપ ચેટીંગની સામગ્રી મુંબઇ પોલીસે જાહેર કરતાં કેટલાકને એમ લાગવા લાગ્યું છે કે વોટ્સએપ મેસેજ સલામત નથી…. પોલીસ બધુ ધ્યાન રાખે છે. એટલે પણ તેઓ હવે વોટ્સએપનો ઉપયોગ કરતી વખતે સજાગ રહેશે અને આમ પણ હવે નેટયુગમાં ગૂગલબાબા અને અન્ય એપનો ઉપયોગ કરતા પહેલા તેઓ આપણી પાસેથી એગ્રી કરાવી લે છે અને એક પછી એક એગ્રી થતાં જાવ તેમ તેમ આપણને તેનો વપરાશ કરવાની મંજૂરી મળે છે.

વોટ્સએપ અને ફેસબુકની મોનોપોલીનો ફાંકો ઉતર્યો તેનું મુખ્ય કાણ એ છે કે તેનો વિકલ્પ લોકોને મળ્યો. રાજકીય રીતે જોઇએ તો ભારતના અંદાજે 80 કરોડ મતદારોને 70 વર્ષ રાજ કરનાર અને 135 વર્ષ જુની પાર્ટી કોંગ્રેસ( એઆઇસીસી)ના વિકલ્પ તરીકે ભાજપ અને દમદાર નરેન્દ્રભાઇ મોદી મળતાં 2014માં કોંગ્રેસ 53 બેઠકો પર સિમટ ગઇ…..2019માં કોંગ્રેસ 44 પર સિમટ ગઇ….અને 2024માં જો ભાજપનો વિકલ્પ નહીં હોય તો કોંગ્રેસ 44થી નીચે આવશે અને જો વિકલ્પ મળશે તો….?

ઓવર ટુ શોલે….

વિરૂને જય સે કહા- ક્યા કહતા હૈ…નિકાલ વહી સિક્કા….

જયને સિક્કા નિકાલા ઔર વિરૂ સે પૂછા-હેડ યા ટેલ…?

વિરૂને કુછ કહા ઔર યે સિક્કા ગયા ઉપર…..નીચે આતે હી જયને વિરૂ કો હથેલીમેં બતાયા..

વિરૂને મૂંહ બનાતે હુયે કહા-જય..યે ક્યા..? રાહુલ કો ફિર પાંચ સાલ પીએમપદ સે દૂર રહેના હોગા…?! બસંતી…મૈં આ રહા હું…બસંતી…કોંગ્રેસ નીચે આ રહી હૈ બસંતી…!! તું ફિર એક બાર આગરા સે જીતેંગી બસંતી… ઔર મેરા બેટા સન્ની ભી..દોનો મેરે અપને…!!

-દિનેશ રાજપૂત

 65 ,  1