અમદાવાદમાં કર્ફ્યૂમાં છૂટ મળતાં જ હોટલ- રેસ્ટોરાંની બહાર લોકોની ભારે ભીડ જામી

આ પ્રકારના દ્રશ્યો ત્રીજી લહેરને આમંત્રિત કરી શકે છે

અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોના વાયરસની બીજી લહેર ઓસરી રહી છે જેને પગલે રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણોમાં ઘણી છૂટછાટ આપતા જનજીવન ફરી ધબકતું થયું છે. બીજી બાજુ લોકો કોરોનાના નિયમો ભૂલી લોકો બેદરકાર બન્યા લાગ્યા છે. રવિવારથી રાત્તના 9 વાગ્યાની છૂટ મળતાં મોડી સાંજે લોકોનો ભારે ચહલપહલ જોવા મળી હતી. તેમજ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રેસ્ટોરાંની બહાર વેઈટિંગમાં ઊભા રહેલા અનેક લોકો જોવા મળ્યા હતા જ્યારે કેટલીક દુકાનો બહાર પાર્સલ માટે લોકોની લાંબી લાઈનો પણ જોવા મળી હતી.

પશ્ચિમ વિસ્તારના ઘાટલોડિયા,નારણપુરા, શાસ્ત્રીનગર, કે.કે.નગર, નવા વાડજ,અંકુર ચાર રસ્તા, ચાણક્યપુરી, અખબારનગર સહિતના વિસ્તારોમાં આવેલી ખાણીપીણી દુકાનોની બહાર મેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. તમામ દુકાનોની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.નાની દુકાનોમાં માત્ર પાર્સલ જ આપવામાં આવતું હોવાથી પાર્સલ માટે પણ લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી. મોડી સાંજથી રાત સુધી લોકોનો ધસારો જોવા મળ્યો હતો.

ઉલ્લખનીય છે કે, સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપતા લોકોએ કોરોનાની ગાઈડલાઈનના નિયમોનું પાલન કર્યા વગર હોટલ અને રેસ્ટોરાંની બહાર દૃશ્યો જોવા મળ્યાં હતાં પરિણામે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે.

 65 ,  1