September 23, 2021
September 23, 2021

સુરતમાં શાળા ખુલતા જ વિદ્યાર્થી થયો કોરોના પોઝિટિવ

વાલીઓ-વિદ્યાર્થીઓમાં જેનો ભય હતો તે જ થયુ….

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીના પગલે છેલ્લા ઘણા સમયથી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પરંતુ હવે કોરોનાએ હળવા પગલે વિદાય લેતા શિક્ષણ વિભાગ દ્વારા 9 થી 11ના ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે સુરતમાં શાળા શરૂ થતાજ એક વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો છે. જેના કારણે પાલિકા એકશન મોડમાં આવી ગયું છે.

લીંબાયત વિસ્તારમાં આવેલ સુમન શાળા નંબર 5નો એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો જેના કારણે પાલિકા દ્વારા શાળા બંધ કરાવી દેવામાં આવી છે. શાળા હજુ તો શરૂ થઈ હતી. ત્યાજ વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે.

જે વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તે ધોરણ 10નો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થી પોઝિટીવ આવતા સરકારી તેમજ ખાનગી શાળાઓમાં રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા. જોકે સુમન શાળા નંબર 5ના અન્ય વિદ્યાર્થીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી સંક્રમણ ફેલાતા પહેલા અટકાઈ ગયું તેમ કહી શકાય.

ઉલ્લેખનીય છે કે કોરોનીની ત્રીજી લહેરને લઈને હાલ રાજ્યમાં ભયનો માહોલ ફેલાયેલો છે. જેને અનુલક્ષીને સુરત પાલિકા દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. પાલિકાના આ નિર્ણયથી કહી શકાય કે જો અન્ય શાળામાં પણ વિદ્યાર્થીનો પોઝિટીવ કેસ આવશે. તો તે શાળાને પણ પાલિકા દ્વારા બંધ કરવામાં આવી શકે છે.

 96 ,  1