અયોધ્યા જમીન ખરીદી કેસમાં CM યોગીનું કડક વલણ, સપ્તાહમાં માંગ્યો રિપોર્ટ

અયોધ્યાનો ચુકાદો આવતા જ નેતાજી-સરકારી બાબુઓએ ખરીદી તાબડતોબ જમીન

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદથી રામ મંદિરનું ભવ્ય નિર્માણકાર્ય શરૂ થઈ ગયું છે. પરંતુ તેના અન્ય પાસાઓ પર વિવાદ સતત જારી છે. આવો જ એક વિવાદ જમીન ખરીદીને લઈને છે. અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામ મંદિરની આસપાસ અનેક જમીનો ખરીદવામાં આવી છે. આ જમીનો અધિકારીઓ થી લઈને પોલીસ અધિકારીઓ, નેતા થી લઈને તેમના પરિવારજનો સુધી ખરીદવામાં આવી છે. હવે યોગી સરાકારે આ મામલે તપાસના આદેશ આપી દીધો છે. અને આગામી પાંચ દિવસમાં વિગતવાર રિપોર્ટ માંગવાનો આવ્યો છે.

યોગી સરકારે સંવેદનશીલ મામલે વિશેષ સચિવ રાધેશ્યામ મિશ્રા દ્વારા તપાસ કરવાનો નિર્ણય લીધો છે. તેમને પાંચ દિવસની અંદર વિગતવાર તપાસ કરવા અને અહેવાલ સુપરત કરવામાં કહેવામાં આવ્યું છે. હવે ચુંટણીની સિઝનમાં યોગી સરકારની આ કાર્યવાહી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિપક્ષ પણ સતત આરોપ લગાવી રહ્યું છે કે, રામ મંદિરના નામ પર મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.

આ વર્ષે ઓગસ્ટમાં તત્કાલિન ડીએમ અનુજ ઝાએ રેવન્યુ કોર્ટમાં કેસ મોકલ્યો હતો. જેમાં એક દલિત વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે તેની જમીન મહર્ષિ રામાયણ વિદ્યાપીઠ ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલી 21 વીઘા જમીનની ગેરકાયદેસર ખરીદીમાં સામેલ છે. એક મિડીયા રિપોર્ટ અનુસાર અનુજ ઝા ઓછામાં ઓછા 15 અધિકારીઓમાં સામેલ છે જેમના સંબંધીઓએ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રસ્તાવિત મંદિર પરિસરની આસપાસ જમીન ખરીદી હતી.

હવે આમાના કેટલાક લોકોએ જમીન ખરીદવાની કબૂલાત કરી છે. જ્યારે અન્ય લોકોએ તેનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. હવે આ વિવાદને દૂર કરવા અને સત્ય જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. તપાસના આદેશ વચ્ચે વિપક્ષે ફરી તેને મોટો મુદ્દો બનાવી દીધો છે. કોંગ્રેસે સીધી પીએમ મોદી પાસે આ અંગે સ્પષ્ટતા માંગી છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, અંધેર નગરીમાં ચૌપાટ રાજા અયોધ્યામાં લૂંટ પર પીએમ મોદીનું મૌન, આદરણીયા મોદીજી, હવે આ ખુલ્લી લૂંટ પર ક્યારે બોલશો.જ્યારે રાહલુ ગાંધીએ આ મુદ્દાને હિન્દુ અને હિન્દુત્વની ચર્ચા સાથે પણ જોડાયો છે. તેઓ કહે છે કે, હિન્દુઓ સત્યાના માર્ગને અનુસરે છે. ધર્મની આડમાં હિન્દુત્વ લૂંટે છે.

 27 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી