ઇમ્પેક્ટ : તંત્રની બેદરકારીનો ભાંડો ફુટી જતાં યુધ્ધના ધોરણે કામે લાગ્યા, આર્દશ એપાર્ટમેન્ટમાંથી દૂર કરાઈ ગંદકી

નેટડાકિયા ન્યુઝના અહેવાલ પ્રસારિત કર્યાના ગણતરીના કલાકોમાં તંત્ર ઉંઘમાંથી જાગ્યુ, તાત્કાલિક સાફસફાઇ હાથ ધરી

નેટડાકિયા ન્યુઝે શહેરના ભાઇપુરા- હાટકેશ્વર વોર્ડમાં આવેલ આર્દશ એપાર્ટમેન્ટમાં ગંદકીના અહેવાલ પ્રકાશિત કર્યા હતાં. એક તરફ દેશ ભરમાં સ્વચ્છતા અભિયાન વાતો કરવામાં આવે છે ત્યારે ભાજપના જ કોર્પોરેટનાના રહેણાંક જ સામે જાહેર રસ્તા ગંદકીથી ખદબદે અને આજુબાજુના સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે, તેવામાં નેટડાકિયા ન્યુઝે સમાચાર પ્રસારિત કર્યા હતાં. સમાચારના પગલે તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક ગંદકી સાફ કરાવી હતી.

આર્દશ એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હતું જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતી સર્જાઇ હતી. પાઇપ લાઈન તૂટી જવાથી ગંદકી પેદા થવાના કારણે આજુબાજુની સોસાયટીઓમાં રહેતાં પરીવારો ત્રાહીમામ્ પોકારી ઉઠયા હતા. કોરોના મહામારી જેવા માહોલ વચ્ચે ભયંકર રોગચાળો પેદા થવાના કારણે વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. ભાજપના કોર્પોરટ સુધાબેન સાગરની ઘરની સામે જ આ ગંદીકી ફેલાયેલી હતી. છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ લાગ્યો હતો. બે વખત ફરિયાદ બાદ પણ હજૂ સુધી કોઇ નિવારણ આવ્યું નથી. જો કે આ અંગે નેટડાકિયા ન્યુઝમાં અહેવાલ પ્રસારિત કરતા કોર્પોરેટર સહિત જવાબદાર અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

ગંદકી અને ભ્રષ્ટાચાર વિશે અહેવાલ પ્રસારિત કરતા AMCના અધિકારીઓ સફાળા જાગ્યા હતા. તંત્ર દ્રારા તાત્કાલિક લેબરોને બોલાવી તાબડતોડ સાફ-સફાઇ અને સમારકામ હાથ ધરવામાં આવ્યુ હતુ. સમાચાર અહેવાલથી તંત્રની બેદકારી અંગેનો ભાંડો ફુટી જતાં યુધ્ધના ધોરણે કામે લાગ્યા હતા.

આ અંગે નેટડાકિયા ન્યુઝને જણાવવામાં આવતા તંત્રી દિનેશ રાજપૂતે સ્થાનિક કોર્પોરેટર મહેશ પટેલ તેમજ આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રકાશ ભાઇ રાઠોડને વાત કરતા તેમણી ટીમ અને કિશોર ભાઇ રાઠોડના નેતૃત્વ હેઠળ તાત્કાલિક ફરિયાદનું નિરાકરણ લાવી ‘આર્દશ’ કામગીરી કરતા એપાર્ટમેન્ટના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સાથે નેટડાકિયા ન્યુઝનો આભાર માન્યો હતો.

 137 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર