ભારતીય અર્થતંત્રની ગાડી ચઢી પાટે…

બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિદર 8.4 ટકા

કોરોનાના નવા ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોમથી વિશ્વમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે પરંતુ બીજી બીજુ કોરોના સંકટ વચ્ચે સતત બીજા ત્રિમાસિક ગાળા માટે GDP મોરચે સારા સમાચાર આવ્યા છે. ભારતીય અર્થતંત્ર કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યું છે. નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ક્વાર્ટરમાં 8.4 ટકાનો શાનદાર જીડીપી ગ્રોથ નોંધાયો છે. ઇકરાએ વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપીનો વૃદ્ધિદર 9.4 ટકા અંદાજ્યો છે. આમ હવે જો ઓમિકોર્ન ન નડયો તો ભારતનો આર્થિક નવસંચાર જળવાઈ રહેશે. આમ ભારતીય અર્થતંત્ર હાલમાં કોરોના પૂર્વેના સ્તરે પહોંચી ગયું છે તેમ કહી શકાય.ભારતીય અર્થતંત્ર ગયા વર્ષે એપ્રિલથી જુનના ક્વાર્ટરમાં 24.4 ટકા જેટલું સંકોચાયું હતું.

આ ભારતીય અર્થતંત્રએ બીજા ક્વાર્ટરમાં 8.4 ટકાનો આર્થિક વૃદ્ધિદર દર્શાવ્યો છે, આ બતાવે છે કે લો-બેઝ ઇફેક્ટ ઓસરી રહી છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન જીડીપી વૃદ્ધિદર -7.4 ટકા હતો. સરકારે લાદેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે આ સ્થિતિ જોવા મળી હતી.

આ વર્ષે પણ એપ્રિલમાં કોરોનાની બીજી લહેર જોવા મળી હતી. તેના લીધે રાજ્યોને નવેસરથી પ્રતિબંધો લાદવાની ફરજ પડી હતી. જો કે ઘટાડા છતાં પણ ભારતનો આર્થિક વૃદ્ધિદર પ્રિ-કોવિડ સ્તરને વટાવી ગયો છે. મૂલ્યના સંદર્ભમાં જોઈએ તો જુલાઈથી સપ્ટેમ્બરનો જીડીપી ગયા વર્ષના સમાન સમયગાળાના 32,96,918 કરોડની તુલનાએ 35,61,530 કરોડ હતો.

GDP એટલું શું?

કોઈ દેશમાં એક નિશ્વિત સમયમાં તૈયાર કરવામાં આવેલી તમામ ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ નાણાકીય અથવા બજાર મૂલ્યને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) કહેવામાં આવે છે. તે દેશના ઘરેલું ઉત્પાદનનું એક વ્યાપક માપ છે અને દેશના અર્થતંત્રના સ્વાસ્થ્યને દર્શાવે છે. સામાન્ય રીતે તેની ગણતરી વાર્ષિક આધારે કરવામાં આવે છે, પરંતુ ભારતમાં તેને દર ત્રણ મહિને એટલે કે ત્રિમાસિક ધોરણે રેટિંગ પણ આપવામાં આવે છે. થોડાં વર્ષો પહેલાં જીડીપીમાં શિક્ષણ, આરોગ્ય, બેંકિંગ અને કમ્પ્યુટર જેવી વિવિધ સેવાઓ ઉમેરવામાં આવી છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી