બજાર ખુલતા જ શેરમાર્કેટમાં કડાકો

ગ્લોબલ બજારમાં મળેલા નબળા સંકેતોથી આજે ભારતીય શેર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. વેપારની શરૂઆતમાં સેન્સેક્સ 373.66 અંક એટલે કે 0.97 % ઘટીને 37,963.35 પર અને નિફ્ટી 105 અંક એટલે કે 0.92 % ઘટીને 11,313 પર ખુલ્યું.

આજથી વેપારમાં દિગ્ગજ શેરની સાથે સ્મોલકેપ અને મિડકેપ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. BSEનો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.04 % અને મિડકેપ ઈન્ડેક્સ 0.58 % ઘટીને વેપાર કરી કહ્યો છે.
બેંક શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીના ફાર્મા ઈન્ડેક્સમાં 0.13%નો ઘટાડો જોવા મળ્યો છે. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 207 અંક ઘટીને 29562ના સ્તરે વેપાર કરી રહ્યો છે. તો, IT ઈન્ડેક્સ 0.13 % ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી