ભારતીય વાયુસેનાની તાકાત વધી, વધુ 3 રાફેલ જામનગર એરપોર્ટ પર લેન્ડ થયા

 2016માં ભારત અને ફ્રાંસ વચ્ચે 36 રાફેલ વિમાનની થઇ હતી ડીલ

ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. વધુ ત્રણ રાફેલ વિમાન જામનગર પહોંચી ચૂક્યા છે. ફ્રાંસના એરબેઝથી જામનગરમાં આ રાફેલ વિમાનો લેન્ડ થયા. અત્યાર સુધી ભારત પાસે 26 રાફેલ વિમાન હતા. વધુ 3 વિમાન આવવાથી હવે ભારત પાસે કુલ 29 રાફેલ વિમાન થઈ જશે. 29 રાફેલ વિમાન સામેલ થયા બાદ દેશની ઉત્તર અને પૂર્વ સીમા પર મોટી સંખ્યામાં ફાઈટર જેટ તહેનાત થઈ શકશે.

રાફેલ એક સક્ષમ વિમાન માનવામાં આવે છે. 2016માં ભારત અને ફ્રાંસ વચ્ચે 36 રાફેલ વિમાનની ડીલ થઈ હતી. જેમાંથી 29 આવી ગયા છે. ખાસ કરીને ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં થયેલા વિવાદ બાદ ભારતને ઝડપથી રાફેલ પહોંચાડવામાં આવી રહ્યા છે. જેનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી