રાજકોટમાં લાઈટ ન હોવાથી પિતાએ દીવાસળી સળગાવતા ઝૂંપડામાં લાગી આગ

3 બાળકીઓ દાઝી, 1 વર્ષની બાળકી ભડથું

રાજકોટના કુવાડવા રોડ પાસે ઝૂંપડાઓમાં આગ લાગતા 3 બાળકીઓ દાઝી છે જ્યારે એકનું દાઝી જવાથી કરુણ મોત છે દુર્ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે લાઈટ ન હોવાથી પેટ્રોલની બોટલ શોધવા જતા પિતાએ દીવાસળી સળગાવ્યા બાદ આગ પ્રસરી હતી

કુવાડવા રોડ ઉપર ઝૂંપડાઓમાં આગ

ગુજરાતમા અવાર નવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાજકોટમાં આગની ઘટના સામે આવી છે જેમાં ત્રણ બાળકીઓ દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યારે એક બાળકીનું મોત નિપજ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે, ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આગમાં દાઝેલી 3 બાળકીઓ પૈકી એકનું મોત

રાજકોટના કુવાડવા રોડ ઉપર ઝૂંપડાઓમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા ફાયર વિભાગને કાફલો આવી પહોંચ્યો હતો અને ભારે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની દુર્ઘટનામાં ત્રણ બાળકીઓ દાઝી જતા તેમને સારવાર અર્થ ખસેડવામાં આવી હતી જ્યારે એક બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી