એશિઝ 2019: ત્રીજી ટેસ્ટ પહેલા સ્ટીવ સ્મિથ બહાર

ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ કન્કશનમાંથી સ્વસ્થ ન થતા હેડિંગ્લે ખાતેની ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. લોર્ડ્સ ખાતેની બીજી અને હેડિંગ્લે ખાતેની ત્રીજી ટેસ્ટ વચ્ચે માત્ર 3 દિવસનો સમય હોવાથી સ્મિથ માટે કમબેક કરવું અઘરું હતું. સ્મિથને રિપ્લેસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ કન્કશન સબ્સ્ટિટયૂટ બનેલા માર્ન્સ લબુચાનેને ત્રીજી ટેસ્ટમાં પ્લેઈંગ 11માં સ્થાન મળે તેવી સંભાવના ઉજળી છે.

એશિઝ સિરીઝમાં અત્યાર સુધી બે મેચ રમાઇ ચુકી છે. પ્રથમ મેચમાં સ્મિથની શાનદાર બેટિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી, જ્યારે બીજી ટેસ્ટ ડ્રો રહી હતી. હાલ પાંચ મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ લીડ્સના હેડિંગ્લે મેદાન પર 22 ઓગસ્ટથઈ 26 ઓગસ્ટ વચ્ચે રમાશે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી