September 18, 2020
September 18, 2020

આશિષ ભાટિયા બન્યા રાજ્યના નવા DGP, રાજ્ય સરકારે કરી સત્તાવાર જાહેરાત

શિવાનંદ ઝા નિવૃત થતાં આશિષ ભાટિયા બન્યા રાજ્યના નવા DGP

ગુજરાત રાજ્ય પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની વરણી કરવામાં આવી છે. રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે જાણકારી આપી હતી. નેટ ડાકિયા ન્યૂઝે આ પહેલા અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેમાં આશિષ ભાટિયા રાજયના નવા DGP તરીકે નિયુક્તિ કરવામાંઆવશે.

આશિષ ભાટિયા ડીજીપી બનતાં અમદાવાદ પોલીસ કમિશ્નરની જગ્યા ખાલી પડશે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નર પદે સંજય શ્રીવાસ્તવ અને કેશવકુમારના નામો ચર્ચામાં છે.

જણાવી દઇએ, હાલનાં ડીજીપી શિવાનંદ ઝા સેવાનિવૃત થયા છે. અને તેઓ રિટાયર થતાં તેમનાં સ્થાને હાલાનાં પોલીસ કમિશનર આશિય ભાટિયાને રાજ્યનાં નવા પોલીસ વડા નિયુક્ત કરાયા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આશિયા ભાટિયાના નામની ઘોષણા કરી હતી. ક્રાઈમ ડિટેક્શનમાં આશિષ ભાટિયાને મહારત હાંસલ છે. 

1985 બેચના બીજી નંબરના સિનિયર અધિકારી છે રાષ્ટ્રપતિ ઓવોર્ડથી પણ સમ્માનિત છે. ગુનાખોરી નેટવર્ક પર મજબૂત પકડ છે. ક્રાઇમના કેસ ઉકેલવામાં આશિષ ભાટિયા એક્સપર્ટ છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી, અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં JCP,DCP તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. ભાટિયા 2008માં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ કમિશનર હતા. જ્યારે 2016માં સુરત શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. વર્ષ 2008નો સિરિયલ બ્લાસ્ટ કેસ ઉકેલવાનો શ્રેય ભાટિયાને જાય છે. બિટકોઇન કેસ, ભાનુશાળી કેસની તપાસમાં હત્વની ભૂમિકા નિભાવી હતી.

ક્રાઈમનાં કેસ ઉકેલવામાં આશિષ ભાટિયા એક્સપર્ટ

આશિષ ભાટિયાં આત્મવિશ્વાસથી ભેરલા મક્કમ નિર્ણય લેવામાં સક્ષમ અને સ્વભાવે શાંત અને સૌમ્ય અધિકારી છે. તેમની કારકિર્દીમાં એવા એક પણ કેસ નથી કે જે તેમને અમદાવાદના પો. કમિશનર બનવામાં અડચણ ઊભી કરે. તેઓ ગુનો ઉકેલવામાં પણ એક્સપર્ટ છે. ડીસીપી તરીકે તથા જેસીપી તરીકે તેઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચુક્યાં છે. વર્ષ 2008નાં સિરિયલ બ્લાસ્ટ કેસને ઉકેલવાનો શ્રેય તેમને જ જાય છે.

 166 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર