સુરત : પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં સંડોવાયેલ કુખ્યાત અશરફ નાગોરીને કરાયો તડીપાર

સુરતના માથાભારે અશરફ નાગારીને કરાયો તડીપાર

પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યા હત્યાકેસમાં હથિયારો પૂરાં પાડનારો રીઢો ગુનેગાર અશરફ નાગોરીને સુરતમાં તડીપાર જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2003માં માથાભારે અશરફ નાગોરીનું પૂર્વ ગૃહમંત્રી સ્વ હરેન પંડ્યાની હત્યામાં નામ ખુલ્યું હતું. તેમજ વર્ષ 2002માં સુરતના BJPના પૂર્વ કોર્પોરેટર અને વકીલ હસમુખ લાલવાલા પર ફાયરિંગ કરવાની ઘટનામાં તેની ધરપકડ થઈ હતી. વર્ષ 2013માં 11 પિસ્તોલ અને 62 કાર્તિઝ સાથે નાગોરી પકડાયો હતો. ભવિષ્યમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી શકે તેવી શક્યતા જોતા તેને તડીપાર કરવામાં આવ્યો છે. 

અશરફ નાગોરી પર થયો હતો ચાર રાઉન્ડ ગોળીબાર

જાન્યુઆરીમાં અશરફ નાગોરી પર ફાયરિંગ થયું હતુ. રામપુરા પેટ્રોલ નજીક અશરફ નાગોરી અને મહેતાબ  ભૈયાની ગેંગ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં મેહતાબ ભૈયાએ અશરફ નાગોરી પર ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. સદનસીબે મિસ ફાયર થતાં અશરફ નાગોરીનો બચાવ થયો હતો. રામપુરા પેટ્રોલ  નજીક રાત્રી દરમિયાન અશરફ અને મહેતાબ વચ્ચે તકરાર ઉગ્ર થઈ અને મહેતાબ ભયાએ નાગોરી ઉપર ધડાધડ ગોળીબાર કર્યો હતો. જોકે ફાયરિગ મિસ થયું હતું અને મહેતાબને જ ઇજા પહોંચી હતી.

 7 વખત જેલમાં ગયો, પોટા અને પાસાની જેલ પણ ભોગવી

અત્યાર સુધીમાં સુરતના સાત ગુનામાં પકડાયા બાદ જામીન લઈ ફરાર થયેલો અશરફ નાગોરી ત્રણ ગુનામાં વોન્ટેડ છે. 2013ના વર્ષમાં 13 પિસ્તોલ અને 64 કારતૂસ સાથે પકડાયેલો આ રીઢો ગુનેગાર બે વખત પાસામાં અને બે વખત પોટામાં પણ જઈ ચૂક્યો છે. સલાબતપુરા, કતારગામ અને ખટોદરા પોલીસ મથકમાં મારમારીના ગુનામાં વોન્ટેડ રીઢા ગુનેગાર અશરફ ઇસ્માઇલ નાગોરીને પકડી પાડવા ક્રાઇમ બ્રાંચની ટીમ કામે લાગી હતી. જેમાં તે મુંબઈના મીરાં રોડ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોસઈ વી.વી. ભોલા અને તેમની ટીમે ત્યાં પહોંચી જઈ તેને દબોચી લીધો હતો. 

પ્રિવેન્સન ઓફ ટેરેરરિસ્ટ એક્ટિવિટી એટલે કે પોટા તળે અશરફ નાગોરી અમદાવાદ અને સુરત પોલીસના હાથે પકડાયો હતો. એડવોકેટ અને તત્કાલીન કોર્પોરેટર હસમુખ લાલવાલા પર ફાયરિંગ કરવાના ગુનામાં સુરત પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત પોટા તળે ગુનો નોંધાયો હતો. જેમાં તે પકડાયો હતો. આ ઉપરાંત 2013 અને 2015ના વર્ષમાં તે પાસા તળે જેલમાં પણ જઈ ચૂક્યો છે. 

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર