September 26, 2022
September 26, 2022

દુબઈમાં ચાલશે રૂપિયો, કરી શકાશે ડ્યૂટી ફ્રી શોપિંગ

A picture take on September 14, 2017 shows a general view of the Duty Free shop at Dubai's International Airport . (Photo by GIUSEPPE CACACE / AFP)

1983થી લઈને અત્યાર સુધી 15 વિદેશી કરન્સીને ડ્યૂટી ફ્રી શોપમાંથી ખરીદી માટે માન્યતા આપવામાં આવી છે. દુબઈમાં ડ્યૂટી ફ્રી દુકાનોમાંથી ખરીદી કરવા માટે ભારતીય યાત્રીઓએ ડોલર, દિરહામ કે યૂરોમાં કરન્સી એક્સચેન્જ નહીં કરાવી પડે. દર વર્ષે અંદાજે 9 કરોડ લોકો દુબઈ એરપોર્ટ પર આવે છે તેમાંથી 1.2 કરોડ ભારતીયો હોય છે.

યુએઈના એક મુખ્ય સમાચાર પત્ર પ્રમાણે, દુબઈ સરકારના બદલાયેલા નિયમ પ્રમાણે દુબઈ એરપોર્ટ પર આવેલી ડ્યૂટી ફ્રી દુકાનોમાંથી હવે ભારતીય કરન્સી પ્રમાણે ખરીદી કરી શકાશે. ભારતીય કરન્સીથી હવે દુબઈના દરેક એરપોર્ટ પર લેણદેણ કરી શકાશે.

બઈમાં ભારતીય કરન્સીની સ્વીકૃતિ પર્યટકો માટે ખરેખર એક ગુડ ન્યૂઝ છે. કારણકે પહેલાં કરન્સી એક્સચેન્જમાં પર્યટકોએ ખૂબ મોટી રકમ ગુમાવવી પડતી હતી. ગલ્ફ ન્યૂઝના એક રિપોર્ટ પ્રમાણે, ભારતીય કરન્સી હવે દુબઈ આંતતરાષ્ટ્રીય એરપોર્ટના ત્રણેય ટર્મિનલ અને અલ મકતૌમ એરપોર્ટ ઉપર સ્વીકાર્ય છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી