અસિત વોરા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે : સી.આર. પાટીલ

કમલમમાં AAPની ઘૂસણખોરીને વખોડી નાખી, આવુ ફરી બનવું ના જોઈએ

ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા લેવાયેલી હેડક્લાર્કની પરીક્ષા આખરે રદ્દ કરવામાં આવી છે. આગામી માર્ચ માસમાં ફરી પરીક્ષા લેવાશે તમે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. બીજી બીજુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે જણાવ્યું હતું કે પરીક્ષાનું પેપર લીક થવા મામલે ગુનો દાખલ થયો છે. તેમણે જણાવ્યું હતું કે તપાસમાં કોઈપણ વ્યક્તિ હશે તેના પર કાર્યવાહી થશે અને જે પણ ગુનેગાર હશે તેને છોડવામાં નહી આવે, પણ ગૌણસેવાના ચેરમેન પ્રતિષ્ઠીત વ્યક્તિ છે એક વાત સમજવી જરૂરી છે કે બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ બંને અલગ બાબત છે. યુવાનોના વિશ્વાસ ન તુટે એ માટે સરકાર પગલા લઈ રહી છે.

સીઆર પાટિલે AAP પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમુક લોકો છાવણીમાં જવાના બદલે ભાજપ કાર્યાલય પર આવીને વિરોધ કર્યો તે યોગ્ય નથી. વિરોધ કરવો જ જોઈએ પણ બેહૂદુ વર્તન યોગ્ય નથી. હું એને સખત શબ્દોમાં વખોડી નાખું છું. જે કોઈ રાજકીય નિમણૂંક થાય છે, તેની સત્તા અધિકારીઓ પાસે રહેલી છે. આ સંસ્થામાં જે ચેરમેન છે. તે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, સારા કાર્યકર છે. આ બનાવમાં તપાસ કરી રહ્યા છીએ તેમાં કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. અમે કોઈને બચાવવા માંગતા નથી. અમે પેપર લીક કાંડમાં કોઈને બચાવીશું નહીં. યુવાનોને વિશ્વાસ બેસે તે માટે આ કેસમાં ઝડપી કાર્યવાહી માટે કામ કરી રહ્યા છે. આક્ષેપો કરવા સહેલા છે, પુરાવા હોય તો આવીને આપે, તમામ પગલાં ભરીશું.

પેપર લીક કાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ બાદ મામલો ઠારે પડ્યો છે. પરીક્ષાનું પેપર લીક થવા મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે જણાવ્યું હતું કે પરીક્ષાનું પેપર લીક થવા મામલે ગુનો દાખલ થયો છે. આ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ અધિકારીઓને કડક હાથે કામ લેવા સૂચના આપી હતી. ત્યારબાદ આ મુદ્દે 14 જેટલા આરોપીઓને ઝડપી લેવાયા છે. પાટિલે જણાવ્યું હતું કે ગુનેગારોને એવી સજા થશે કે ભવિષ્યમાં આવો ગુનો ન થાય. આવી ઘટના સમયે રાજકિય પક્ષો વિરોધ કરે તે જરૂરી પણ છે.

તપાસમાં કોઈપણ વ્યક્તિ હશે તેના પર કાર્યવાહી થશે અને થઈ રહી છે જે પણ ગુનેગાર હશે તેને છોડવામાં નહી આવે, પણ ગૌણસેવાના ચેરમેન પ્રતિષ્ઠીત વ્યક્તિ છે એક વાત સમજવી જરૂરી છે કે બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ બંને અલગ બાબત છે. યુવાનોના વિશ્વાસ ન તુટે એ માટે સરકાર પગલા લઈ રહી છે. ગૌણસેવાના ચેરમેન પર માત્ર આક્ષેપો થઈ રહ્યા છે તેના પુરાવા નથી.કોઈપણ ચમરબંધી હશે તેને નહી છોડવામાં આવે કારણ કે અમે કોઈને પણ બચાવવા માંગતા નથી.હું ચોક્કસ પણે માનુ છુ કે પેપર લીક થયું છે. આગામી સમયમાં પરીક્ષા કેવી રીતે લેવી તેની ચર્ચા ચાલુ છે. આવનાર ભરતીમાં પેપર લીક ન થાય તે માટે તમામ પગલા લેવશે તેવી વાત પણ સીઆર પાટીલે કરી હતી.

 40 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી