પેપરલીક કૌભાંડ : અસિત વોરાને CMનું તેડું, પ્રેસના સંચાલક સહિત વધુ ત્રણની અટકાયત

અસિત વોરા આપી શકે છે રાજીનામું

હેડ ક્લાર્ક પેપર લીકના કૌભાંડ બાદ પરીક્ષા રદ કરાઈ હતી. ત્યારે પેપર લીક કેસમાં અસિત વોરાની મુશ્કેલીઓ વધી છે. ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા છે.

એક તરફ વિપક્ષ દ્વારા અસિત વોરાના રાજીનામાની માંગ કરવામા આવી છે. તો આ વચ્ચે ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરા સચિવાલય પહોંચ્યા છે. વિવિધ અટકળો વચ્ચે અસિત વોરાને મુખ્યમંત્રીનું તેડું આવતા ચર્ચા થઈ રહી છે કે શું અસિત વોરાની હકાલપટ્ટી થવાની છે. 

હેડ ક્લાર્ક પરીક્ષાના કૌભાંડ બાદ વિપક્ષ દ્વારા અસિત વોરાને હટાવવાની માંગ કરાઈ છે. સતત થતા પેપર લીક કૌભાંડોથી અસિત વોરાની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે પાર્ટી આ છબી સુધારવા માટે અને મામલો થાળે પાડવા માટે અસિત વોરાનું રાજીનામુ લે તે જરૂરી બની ગયુ હતું. 

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી