વાઇનના વેપારમાં ઇનવેસ્ટ કરવાનું કહી અમદાવાદના વેપારી પાસેથી પડાવી લીઘા 35 લાખ

વિદેશી યુવતીએ વેપારીને વિશ્વાસમાં લઇ છેતરપિંડી કરી, સાઇબર ક્રાઇમમાં નોંધાઇ ફરિયાદ

વાઇનના વેપારમાં ઇનવેસ્ટ કરવાનું કહી નફાની લાલચ આપી વિદેશી યુવતીએ અમદાવાદના વેપારીને પાસેથી 35 લાખ પડાવી લીધા. વોટ્સઅપ પર મિત્રતા કેળવી વિશ્વાસમાં લઇ વાઇનના વેપારમાં જોડાશો તો તમને ઇનવેસ્ટ કરવા બદલ મોટો નફો થશે તેવી લલચામણી ઓફર આપી 35 લાખ પચાવી લીધા, જો કે નફા પેટે ફક્ત 97 હજાર જ મળ્યા છે. જ્યારે અન્ય પૈસા પરત ન મળતા વેપારીએ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી છે.

શહેરના એલીસબ્રીજ નજીક જૈન સોસાયટીમાં રહેતા અને આશ્રમ રોડ એચ.કે હાઉસ ખાતે રેડીમેન્ટ ગાર્મેટનો શો રૂમ ધરાવતા તેમજ શેર બજારના વ્યવસાય સાથે જોડાયેલા મહેન્દ્ર ગાંધીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, ગત રોજ એલીના નામની યુવતીનો વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો. જેમાં Hello God Bles You, How Do You Feel You કહી મેસેજ કર્યો હતો. જેનો રિપ્લાય આપ્યા બાદ અવાર નવાર ચેટિંગ કરવા લાગ્યા હતા. યુવતી સિંગાપુર ખાતે રહેતી હોવાનું જણાવ્યું હતું.

એલીનાએ ઇંટરનેશનલ વાઇન એનાલીસ્ટ તરીકે GICમાં કામ કરતી હોવાનું કહી ફરિયાદી વેપારીને વાઇનના વેપારમાં જોડાવવા આગ્રહ કર્યો હતો. વાઇનના વેપારમાં જોડાશો તો તમને મોટો નફો થશે તેવી લોભામણી ઓફર આપી વેપારીને વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ એલીનાએ મેસેજમાં એક લીંક મોકલી હતી. જેમં વેપારીએ તમામ વિગતો ભરી પોતાના ખાતામાંથી એક લાખ ટ્રાન્સફર કર્યા હતા. લીંકમાં પૈસા ટ્રાન્સફર એલીનાએ 74 હજારનો પ્રોફિટ બતાવ્યો હતો.

જો કે વેપારીને વધુ વિશ્વાસ બેસતા પ્રોફિટની લાલચમાં અલગ અલગ ખાતામાંથી કુલ 35 લાખ ભરી દીધા હતા. પ્રોફિટમાંથી વેપારીને 10 લાખની જરૂર પડતા વિડ્રોલ ફોર્મ ભરી એલીનાને મોકલી આપ્યું હતું. જો કે ફક્ત એક લાખ જ ઉપાડી શકશો તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ વિડ્રોલ ફોર્મ ભરીને મોકલાતા 97 હજાર વેપારીના ખાતામાં જમાં થયા હતા. જો કે વેપારી દ્વારા બીજી રીક્વેસ્ટ મોકલ્યા બાદ કોઇ નાણા પરત મળ્યા નહી. અવાર નવાર એનીલાને પ્રોફિટ તેમજ ભરેલા નાણા પરત માંગતા કોઇ જવાબ મળ્યો નહતો.

નોંધનિય છે કે, વેપારીને વિશ્વાસમાં લઇ વિદેશી યુવતીએ વાઇનના વેપારમાં ઇનવેસ્ટ કરવાનું કહી 35 લાખ પડાવી લીધા. આ મામલે છેતપિંડી તેમજ વિશ્વાસઘાત થતાં વેપારીએ સાઇબરક્રાઇમમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી છે.

 65 ,  1