અમદાવાદ : મકાન વેચવાનું કહી વેપારી પાસેથી પડાવી લીધા રૂ. 20.75 લાખ

મહિલા સહીત ચાર લોકો સામે  સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

સેટેલાઈટ વિસ્તારમાં રહેતા યુવકને પૈસાની જરૂર છે તેમ કહીને મકાન માત્ર રૂ.20.75 લાખમાં વેચવાનું છે તેવુ જણાવી વિશ્વાસમાં લઈને રૂ.20.75 લાખનો ચેક મેળવી વેચાણ કરાર પછી કરી આપવાનું કહ્યુ હતુ. દિવસો વિતવા લાગ્યા તેમ છતા વેચાણ કરાર ન થતા યુવકને શંકા ગઈ તો તે મકાન કોઈ બીજાના જ નામે હોવાનું જાણવા મળતા આ અંગે પુછપરછ કરી તો તમારા પૈસા આપી દઈશ તેમ કહીને બે ચેક આપ્યા હતા. જો કે ચેક બેંકમાં ભરતા  બાઉન્સ થયા હતા. જેથી યુવક સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયો હોવાનું જાણ થતા તેણે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહીત ચાર લોકોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

સેટેલાઈટમાં રહેતા અને જોઘપુર રાઠી હોસ્પિટલની સામે આવેલ મહાબળેશ્વર એપાર્ટમેન્ટમાં જીટીપીએ બ્રોડબેન્ડ કેબલ ઓપરેટરની ઓફીસ ઘરાવી વેપાર કરતા મહેશભાઈ ઠાકોરને 2020માં રૂપીકુમાર શાસ્ત્રી, જયશ્રીબેન શાસ્ત્રી અને ચીનમય શાસ્ત્રી કે જોવો ગરીબો હોવાથી મહેશભાઈએ અવાર નવાર તેમની મદદ કરી હતી જેથી તેમને ઓળખતા હતા ત્યારે આ ત્રણેય જણા મહેશભાઈની ઓફીસે ગયા હતા અને અમારે મકાન રૂ.20.75 લાખમાં વેચવાનું છે પૈસાની જરૂર છે તેમ જણાવ્યુ હતુ. જેથી મહેશભાઈને ઓફીસની નજીક મકાન લેવુ હોવાથી તે મકાન ખરીદવા માટે  રાજી થઈ ગયા હતા. તે સમયે આ ત્રણેય તાત્કાલીક પૈસાની જરૂર છે તેમ કહીને મહેશભાઈ પાસેથી રૂ..20.75 લાખનો ચેક લીધો હતો. જો કે મકાનના દસ્તાવેજ પછી કરી આપીશ તેમ વિશ્વાસમાં લઈને જતા રહ્યા હતા.

ત્યારબાદ ત્રણ મહિના થઈ ગયા હોય મકાનના વેચાણ દસ્તાવેજ કર્યા ન હોવાથી શંકા જતા મહેશભાઈએ તે મકાનની તપાસ કરાવી તો તે મકાન આ ત્રણેય પૈકી કોઈના નામે ન હતું મકાન કોઈ બીજા જ વ્યક્તિના નામે હોવાનું જાણવા મળ્યુ હતુ. જેથી આ અંગે ત્રણેયને વાત કરતા તે લોકો ગલ્લા તલ્લા કરવા લાગ્યા અને તેમની ભુલ સ્વીકારી પૈસા પરત આવવાની વાત કરતા અમે ઘર છોડીને ક્યાં ભાગી જવાના છે તેમ કગી તેમના ભાઈ વિક્રમ કુમાર વ્યાસને મારા પૈસા આપવાની વાત કરી હતી.

વિક્રમભાઈએ મહેશભાઈને તેમના ઘરે બોલાવી એક રૂ. 10 લાખનો અને બીજો રૂ.10.75 લાખનો ચેક આપ્યો હતો. જો કે આ બંન્ને ચેક મહેશભાઈએ બેંકમાં ભર્યો તો ચેક બાઉન્સ થયો હતો. જે બાબતે વિક્રમભાઈને વાત કરતા તેમણે કોઈ સંતોષ કારક જવાબ આપ્યો ન હતો. જેથી પોતાની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ થઈ હોવાનું જણાઈ આવતા મહેશભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં રૂષીકકુમાર, જયશ્રીબેન, ચીનમય અને વિક્રમકુમારના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

 20 ,  1