દંડ ભરવાનું કહેતા મહિલા જાહેરમાં કપડાં કાઢવા લાગી !

લાઈસન્સ અને કાગળીયા માંગતા મહિલા ઉશ્કેરાઈ ગઈ

અમદાવાદમાં માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જેમાં અવારનવાર પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતાં હોવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.

શહેરમાં કોરોના સંક્રમણ વધવાના લીધે શહેર પોલીસ માસ્ક ન પહેરેલ લોકોને પકડીને દંડાની કાર્યવાહી કરી રહી હતી. દરમિયાન ચાંદખેડમાં એક મહિલા હેલ્મેટ અને માસ્ક વગર એક્ટિવા લઈને પસાર થતી હતી. જેથી પોલીસે તેને રોકી માસ્કનો દંડ ભરવાનો કહેતા ઉશ્કેરાયેલી મહિલા જાહેરમાં કપડા કાઢવા લાગી અને પોલીસ જવાન સાથે ઝઘડો કરી મહિલા પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી હતી. આ અંગે પોલીસે મહિલાના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

શહેરમાં કોરોના સંક્રમણ વધવા લાગ્યુ હોવાના કારણે શહેર પોલીસ દ્વારા માસ્ક વગર ફરનાર લોકો સામે કડક કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે સાબરમી પોલીસ પણ તેમના વિસ્તારમાં કાર્યવાહી કરતા હતા ત્યારે બપોરના સમયે એક મહિલા હેલ્મેટ અને માસ્ક પહેર્યા વગર આતા પોલીસે પકડી લીધી હતી. અને લાઈસન્સ અને કાગળીયા માંગતા મહિલા ઉશ્કેરાઈ અને પોલીસ જવાનને ગાળો બોલીવા લાગી હતી. પોલીસ જવાને માસ્ક ન પહેરવાનો દંડ માંગતા મહિલા જાહેરમાં તેના કપડા ઉતારવા લાગી હતી. જેથી પોલીસે મહિલા કર્મચારીઓને બોલાવી હતી. પોલીસ મહિલા કર્મચારી આવી પહોંચતા આ મહિલાએ મહિલા પોલીસ કર્મચારી સાથે પણ ઝઘડો કર્યો અને ઝપાઝપી પર ઉતરી આવી હતી. જો કે પોલીસે તેને દંડ ભરવાનું કહેતા મહિલા વધુ ઉશ્કેરાઈ હતી અને જોર જોરથી બોલીને હોબાળો કરવા લાગી હતી. જેથી પોલીસે તેને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરતા મહિલા તેની એક્ટિવા લઈને ફરાર થઈ ગઈ હતી.

બાદમાં આ અંગે પોલીસે તે મહિલાના વિરુદ્ધમાં પોલીસની કામગીરીમાં અડચણ તથા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી હોવાનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

 49 ,  1